શોધખોળ કરો

Paris Olympics: પેરિસ ઓલિમ્પિકમાં પાણીની જેમ વપરાશે રૂપિયા, જાણો ઇવેન્ટ પર કેટલો થશે કુલ ખર્ચ?

Paris Olympics: આ મહિનાના અંતમાં ગેમ્સ શરૂ થવાની છે. પેરિસમાં આ ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

Cost for Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સનું આયોજન ખૂબ જ ભવ્ય બનવા જઈ રહ્યું છે. આને લઈને ચાહકો અને ખેલાડીઓ બંનેમાં ઉત્સાહ છે. આ મહિનાના અંતમાં ગેમ્સ શરૂ થવાની છે. પેરિસમાં આ ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ગેમ્સમાં ભારતના ઘણા ખેલાડીઓ પણ ભાગ લેવાના છે.

આ ઈવેન્ટ મોટી છે તેથી ઈવેન્ટનો ખર્ચ પણ ઘણો વધારે થવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે નાણાં ખર્ચવામાં આવ્યા છે. તૈયારીથી લઈને છેલ્લા દિવસ સુધીના ખર્ચની મોટી રકમ જોઈ શકાય છે. સુરક્ષા પાછળ પણ મોટો હિસ્સો ખર્ચવો પડે છે. આ કાર્યક્રમમાં 45000 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે.

પર્સનલ-ફાઇનાન્સ વેબસાઇટ WalletHubના રિપોર્ટ અનુસાર, યુરોપિયન શહેરમાં આગામી આંતરરાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટની અંદાજિત કિંમત 8.2 બિલિયન ડોલરને વટાવી શકે છે. જો આપણે ભારતીય નાણામાં વાત કરીએ, તો ઇવેન્ટની કિંમત 800 કરોડ ડોલર (લગભગ 7 ટ્રિલિયન રૂપિયા) થી વધુ હશે. આને નાની રકમ કહી શકાય નહીં. આટલો ખર્ચ માત્ર થોડા દિવસોની ઇવેન્ટ માટે હશે.

જોકે, કોરોના સંકટ પછી તરત જ ટોક્યો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન ખર્ચ 13 મિલિયન ડોલરની નજીક હતો. પેરિસ ઓલિમ્પિક માટે અત્યાર સુધીના અંદાજો કરતા ઓછો ખર્ચ છે. પરંતુ જેમ જેમ ઇવેન્ટ આગળ વધે તેમ તેમાં વધુ વધારો જોવા મળી શકે છે. માર્કેટિંગ અને પ્રમોશન પાછળ મોટો હિસ્સો ખર્ચવો પડશે.

ઓલિમ્પિકના આયોજનની આર્થિક અસર નોંધપાત્ર હોવાની અપેક્ષા છે. પ્રવાસીઓનો ધસારો હોટલ, રેસ્ટોરન્ટ અને રિટેલ સ્ટોર્સ સહિતના સ્થાનિક વ્યવસાયોને વેગ આપશે. વધુમાં પેરિસના રહેવાસીઓને તૈયારીના તબક્કા દરમિયાન સર્જાયેલી રોજગારીનો લાભ મળશે.

પેરિસ ઓલિમ્પિક એક મોટી અને અદભૂત ઇવેન્ટ હશે પરંતુ તેનો ખર્ચ પણ વધારે છે. જોકે, પ્રવાસન અને આર્થિક વિકાસની પણ અર્થવ્યવસ્થા પર સાનુકૂળ અસર થવાની શક્યતા છે. આર્થિક વિકાસને કારણે થતા ફાયદાને કારણે આ રોકાણ સાર્થક પણ કહી શકાય.                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Embed widget