Tokyo Olympics 2020: શૂટિંગમાં ભારતને મળી નિરાશા, અંજુમ અને તેજસ્વીની ફાઈનલમાંથી બહાર
અંજુ શરૂઆતના 40 નિશાન બાદ ટોચની આઠમાં હતી અને તેની ફાઈનલમાં પહોંચવાની સંભાવના હતી.
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને શૂટિંગમાં નિરાશા હાથ લાગી છે. ભારતીય શૂટર અંજુમ મોદગિલ અને તેજસ્વિની સાવંત મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રીના ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલીફાઇંગ રાઉન્ડમાં અંજુમ 15માં અને તેજસ્વિની 33માં સ્થાન પર રહી.
ઓલિમ્પિક પહેલા શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય શૂટર ટીમનું ખરાબ પ્રદર્શન યથાવત છે. સૌરભ ચૌધરીને છોડીને કોઈપણ ખેલાડી ફાઈન્લસ માટે ક્વોલીફાઈ નથી કરી શક્યા. અસાકા શૂટિંગ પરિસરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા અંજુમે 54 ઇનર 10 (10 પોઈન્ટના 54 નિશાન)ની સાથે 1167 પોઈન્ય બનાવ્યા જ્યારે અનુભવી તેજસ્વિએ સ્ટેન્ડિંગ, નીલિંગ અને પ્રોન પોઝીનની ત્રણેય સીરીઝમાં 1154 પોઈન્ટ જ બનાવી શકી.
અંજુ શરૂઆતના 40 નિશાન બાદ ટોચની આઠમાં હતી અને તેની ફાઈનલમાં પહોંચવાની સંભાવના હતી. જોકે બાદમાં તે પાછળ રહી ગઈ. નીલિંગ અને પ્રોનમાં તેનું પ્રદર્શન સારું હતું પરંતુ સ્ટેન્ડિંગમાં તે માત્ર 382 પોઈન્ટ જ મેળવી શકી. તેજસ્વિ નીલિંગના ખરાબ પ્રદર્શનમાંથી બહાર જ ન આવી શકી. તેણે પ્રોનમાં 394 અને સ્ટેન્ડિંગમાં 376 પોઈન્ટ મેળવ્યા.
માત્ર 8 ખેલાડીઓને જ મળે છે ફાઇનલમાં સ્થાન
રશિયા ઓલિમ્પિક સમિતિ (આરઓસી)ની યૂલિયા જાયકોવા ઓલિમ્પિક ક્વોલીફિકેશન રેકોર્ડ બનાવતા 1182 પોઈન્ટ સાથે ટોચ પર રહી. ક્વોલિફિકેશનમાં ટોચના આઠ શૂટરને જ ફાઈનલમાં સ્થાન મળે છે.
જાયકોવા ઉપરાંત અમેરિકાની સેગન મેડાલેના, જર્મનીની જોલિન બીયર, આરઓસીની યૂલિયા કરીમોવા, સર્બિયાની એડ્રિયા અર્સોવિક, સ્વિટ્ઝરલેન્ડની નીના ક્રિસ્ટન, સ્લોનિયાની જીવા ડ્વોર્સાક અને નોર્વેની જેનેટ હેગ ડુએસ્ટેડે ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે.
આ રમતમાં હવે ભારત તરફથી માત્ર સંજીવ રાજપૂત પોતાનો દાવેદારી નોંધાવવા માટે બચ્યા છે.
મહિલા બોક્સર લવલીના બોરગોહેએ દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો
ટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. જોકે અન્ય એક મહિલા બોક્સર સિમરનજિત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.