Tokyo Olympics 2020: નીરજ ચોપરાએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, PM મોદી અને રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી
Tokyo Olympic 2020: ભારત માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.
Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 16મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. નીરજ ચોપરાએ ગોલ્ડ જીતતા સમગ્ર દેશ શુભેચ્છા પાઠવી રહ્યો છે. દેશવાસીઓ સાથે-સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને શુભેચ્છાઓ પાઠવી છે.
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જૂનુન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘નીરજ ચોપરાની અભૂતપૂર્વ જીત! તમારો સોનેરી ભાલો તમામ વિઘ્નોને તોડીને ઇતિહાસ રચે છે. તમે તમારા પ્રથમ ઓલમ્પિકમાં ભારતને પહેલીવાર ટ્રેક અને ફીલ્ડ પદક અપાવો છો. તમારો કરતબ આપણા યુવાનોને પ્રેરણા આપશે. ભારત ઉત્સાહિત છે! હાર્દિક શુભેચ્છા!’
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો. આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે.
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ
બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.