શોધખોળ કરો
Advertisement
Tokyo Paralympic : ગુજરાતની યુવતીએ રચ્યો ઇતિહાસ, જાણો કઈ રમતમાં પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં?
બ્રાઝીલ સામેના ટેબિલ ટેનિસના મુકાબલામાં તેણે ઓલિવિએરાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધીછે. પેરાલિમ્પિકમાં ભાવિનાબેન ભારતને મેડલ અપાવી શકે છે.
Tokyo Paralympic : ટોક્યો ઓલિમ્પિક પછી હવે પેરાલિમ્પિક પર બધાની નજર છે. ત્યારે ભારતની મેડલની આશા યથાવત રાખતા ગુજરાતી યુવતી ભાવિનાબેન ક્વાટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભાવિના પટેલે આ મૅચમાં 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી. બ્રાઝીલ સામેના ટેબિલ ટેનિસના મુકાબલામાં તેણે ઓલિવિએરાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધીછે. પેરાલિમ્પિકમાં ભાવિનાબેન ભારતને મેડલ અપાવી શકે છે.
ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન્સ સિંગલ ક્લાસ-4ની કેટગરીમાં આજે વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આજે 3.50 વાગ્યે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ યોજાવાની છે. સર્બિયાની બોરિસ્લાવા પેરિક સાથે તેનો મુકાબલો થવાનો છે. જો ભાવિના ક્વાર્ટર ફાઇનલમાં જીતશે, તો ભારતનો ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલો મેડલ પાક્કો થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement