(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Paralympics 2020: કેમ રોકવામાં આવ્યો વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ?, જાણો વિગત
Tokyo Paralympics 2020:ટોક્યોમાં રમાઇ રહેલા પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો પરંતુ હવે તેમના માટે ખરાબ સમાચાર આવ્યા છે
Tokyo Paralympics 2020: ટોક્યોમાં રમાઇ રહેલા પેરાલિમ્પિકમાં ભારતના વિનોદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો પરંતુ હવે તેમના માટે ખરાબ સમાચાર આવ્યા છે. વાસ્તવમાં વિનોદ કુમારે ટોક્યો પેરાલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ હવે તેનું રિઝલ્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે.
"Tokyo 2020 #Paralympics Discus Throw F52 Final event result is currently on hold due to classification review," tweets Sports Authority of India pic.twitter.com/fTlAfddjtA
— ANI (@ANI) August 29, 2021
બીએસએફના 41 વર્ષના જવાન વિનોદ કુમારે 19.91 મીટર ડિસ્ક્સ થ્રો કરીને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. ડિસ્ક્સ થ્રો એથ્લિટ વિનોદ કિમારે પુરુષોની F52 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ તેમની દિવ્યાંગતા ક્લાસિફિકેશન પર વિરોધ બાદ મેડલ રોકવામાં આવ્યો છે. આયોજકોએ 22 ઓગસ્ટના રોજ વિનોદનું ક્લાસિફિકેશન કર્યું હતું. હજુ એ સ્પષ્ટ નથી કે ક્યા આધાર પર ક્લાસિફિકેશને પડકારવામાં આવી હતી. ટોક્યો પેરાલિમ્પિકના આયોજકોના જણાવ્યા અનુસાર મેડલ સમારોહ 30 ઓગસ્ટના સાંજના સત્ર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
આ અગાઉ વિનોદ કુમારે પોતાના છઠ્ઠા પ્રયાસમાં 17.46 મીટરનો થ્રો સાથે શરૂઆત કરી હતી. બાદમાં તેમણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર, અને 19.81 મીટરના થ્રો કર્યા હતા.
નિષાદ કુમારે ભારતને અપાવ્યો બીજો સિલ્વર મેડલ
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના એથલિટ નિશાદ કુમારે દેશને હાઇ જમ્પમાં બીજો મેડલ અપાવ્યો છે. નિશાદે 2.06 મીટરનો હાઇ જમ્પ લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આ અગાઉ સવારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે ભારતને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.નિષાદે મેડલ જીતવાની સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિષાદ કુમારે શાનદાર પ્રદર્શન કરતા ટોપ 3માં સ્થાન મેળવ્યું હતું. તેનો મુકાબલો અમેરિકાના બે એથલિટ સાથે હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી નિષાદ કુમારને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ અસાધારણ એથ્લિટ છે. હું તેનાથી ખૂબ ખુશ છું.