શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાહિદ આફ્રિદીએ ફરી આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- મેચ હાર્યા બાદ ભારતીય ખેલાડી માંગતા હતા માફી
ક્રિકેટ કાસ્ટના યૂટ્યૂબ શો પર આફ્રિદીએ કહ્યું, અમને હંમેશા ભારત સામે રમવું સારું લાગે છે.
કરાચીઃ 2016માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદી આફ્રિદી તેના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. તેણે ફરી એકવખત ભારત વિરોધી નિવેદન આપ્યું છે. શાહિદે કહ્યું, અમે ઘણી વખત ભારતને ભૂંડી રીતે હરાવ્યું છે. અમે તેમની એટલી ધોલાઈ કરી છે કે મેચ બાદ અમારી માફી માંગતા હતા.
ક્રિકેટ કાસ્ટના યૂટ્યૂબ શો પર આફ્રિદીએ કહ્યું, અમને હંમેશા ભારત સામે રમવું સારું લાગે છે. અમે ઘણી વખત તેમને ભૂંડી રીતે હરાવ્યા છે. અમે તેમની એટલી ધોલાઈ કરી છે કે તેઓ મેચ બાદ અમારી માફી માંગતા હતા. તેણે એમ પણ કહ્યું, મને ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની હંમેશા મજા આવી છે, પરંતુ ભારતીય ટીમ વધારે સારી છે. તેમની કંડીશન્સમાં રમવું અને પરફોર્મ કરવું મોટી વાત છે.
આફ્રિદીએ 1999માં ભારત સામે ચેન્નઈમાં રમેલી 141 રનની ઈનિંગને કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ ગણાવી. તેણે કહ્યું, પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટ મને તે વખતે ભારત પ્રવાસે નહોતા લઈ જવા માંગતું, પરંતુ વસીમ ભાઈ અને તે સમયના ચીફ સિલેક્ટરે મને સપોર્ટ કર્યો. તે એક ખૂબ મુશ્કેલ પ્રવાસ હતો અને મારી ઈનિંગ મહત્વપૂર્ણ હતી.
તાજેતરમાં જ આફ્રિદીએ ટ્વિટર પર તેના સમગ્ર પરિવારને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સૌથી પહેલા આફ્રિદી કોરોના પોઝિટિવ થયો હતો, જે બાદ તેની પત્ની અને પુત્રીઓ કોરોના પોઝિટિવ આવી હતી.
રાજસ્થાન સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો ફેંસલો, જાણો વિગતે
દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion