લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને મારા દાદા સગા ભાઈ હતા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો હતો.
2/4
શામિયાના પિતા ભૂતપૂર્વ બીડીપીઓ લિયાકત અલીએ આ માહિતી આપતાં જણાવ્યું કે , પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે. શામિયાએ માનવ રચના યુનિવર્સિટીમાંથી બી. ટેક. (એરોનોટિકલ)ની ડિગ્રી લીધી છે અને લાંબા સમયથી એર અમિરાતમાં નોકરી કરે છે.
3/4
હસન અને શામિયાના નિકાહની તૈયારી હાલ ધૂમધામથી ચાલી રહી છે. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલા હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયા દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે.
4/4
ચંદીગઢઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકને પરમી એ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. હવે દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરશે. હરિયાણા ખાતે આવેલ નૂંહના ચંદેની યુવતી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી સાથે 20 ઓગસ્ટે લગ્ન કરશે.