શોધખોળ કરો
ભારત-પાકિસ્તાન મેચ પહેલા પાકિસ્તાને ઉડાવી વિંગ કમાન્ડર અભિનંદનની મજાક, વીડિયો વાયરલ
આગામી 16મી જૂને બન્ને ટીમો વર્લ્ડકપમાં આમને સામને ટકરાવવાની છે આ પહેલા પાકિસ્તાને એક એડ બનાવીને ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવી છે

મુંબઇઃ ક્રિકેટ વર્લ્ડકપમાં હંમેશા ભારતના હાથે હારનારુ પાકિસ્તાન હવે નીચતા પર ઉતરી આવ્યુ છે. આગામી 16મી જૂને બન્ને ટીમો વર્લ્ડકપમાં આમને સામને ટકરાવવાની છે આ પહેલા પાકિસ્તાને એક એડ બનાવીને ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનની મજાક ઉડાવી છે.
જ્યારે જ્યારે પણ બન્ને ટીમો ક્રિકેટમાં આમને સામને આવે છે ત્યારે બહુ તનાવપૂર્ણ અને જોશભર્યો માહોલ પેદા થઇ જાય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનીઓએ એક મજાકભરી એડ બનાવી છે, જેમાં વિંગ કમાન્ડર અભિનંદનને ચાના કપ સાથે ટીમને લગતા કેટલાક પ્રશ્નો પુછવામાં આવે છે જેનો જવાબ અભિનંદન સોરી કહી ના માં આપે છે. જોકે, છેલ્લે કપ લઇને ભાગતા અભિનંદનને પકડીને કપ છીનવી લેવામાં આવે છે. આખી એડ વર્લ્ડકપના સંદર્ભમાં બનાવવામાં આવી છે.

નોંધનીય છે કે, પુલવામાં એટેક બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનની હદમાં જઇને પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યુ હતુ, બાદમાં તે પાક આર્મીના હાથમાં આવી જતાં ત્યાં સવાલ જવાબ કરવામાં આવ્યા હતા.Shameful for Pakistan to mock our hero #Abhinandan ahead of #INDvsPAK World Cup cricket game. We need to retaliate! And we will retaliate by our last laugh.Urging @StarSportsIndia to make one more mauka mauka ad after 16. #ShikharDhawan #BalidaanBadge pic.twitter.com/Pk74DHHxtJ
— Aman Kumar (Aamo) (@kallisaman) June 11, 2019
Our star sports started it with Happy Father’s Day campaign on Pakistani supporters ! #MaukaMauka #HappyFathersDay pic.twitter.com/2Wv6n0Gq52
— Andy Dufresne (@FaKTru) June 12, 2019
વધુ વાંચો