શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડ કપ 2019: સેમીફાઈનલની રેસમાંથી પાકિસ્તાન બહાર, ન્યૂઝીલેંડ થયું ક્વોલીફાઈ
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 સેમીફાઈનલમાં પહોંચનારી 4 ટીમોના નામનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઈ છે અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમી ફાઈનલ માટે ક્વોલિફાઈ કરનારી ચોથી ટીમ બની ગઈ છે.
નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 સેમીફાઈનલમાં પહોંચનારી 4 ટીમોના નામનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઈ છે અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમી ફાઈનલ માટે ક્વોલિફાઈ કરનારી ચોથી ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ નેટરન રેટના આધાર પર 11 પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશ કરનારી ટીમ બની ગઈ છે.
બાંગ્લાદેશ સામેની મેચ પહેલા પાકિસ્તાની ટીમ અને ફેન્સને આશા હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમે તેમના બેટ્સમેનોને 9 વિકેટ પર 315 રન રોકી દેતા સેમી ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થયું હતું. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાનની ટીમને ઓછામાં ઓછા 308 રનથી જીત મેળવવી જરૂરી હતી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચમાં સ્પષ્ટ થવાનું હતું કે પાકિસ્તાનની સેમી ફાઈનલમાં પહોંચવાની સંભાવના છે કે નહી. જ્યારે પાકિસ્તાની ટીમે 315 રન બનાવ્યા ત્યારે તેમણે વિરોધી ટીમને માત્ર 7 રન અથવા ઓછા રને આઉટ કરવાની હતી, પરંતુ તે સંભવ નહોતું. બાંગ્લાદેશની ટીમે 8 રન બનાવતા જ પાકિસ્તાની ટીમ મેચના પરિણામ પહેલા જ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થયું હતું.#PakvsBan: Bangladesh at 9/0 in 2 overs; need 307 runs to win. Pakistan's chances of reaching the semis are over. New Zealand have qualified for the semi-finals. #CWC19 pic.twitter.com/IhFXTgEHYI
— ANI (@ANI) July 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion