શોધખોળ કરો
Advertisement
વધુ એક ભારતીય યુવતીએ પાકિસ્તાની ક્રિકેટર સાથે કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ
હસન અલી અને શામિયા આરઝૂના નિકાહની ખબરો બંને દેશોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બાદ હવે દેશની વધુ એક દીકરી સામિયા આરઝૂ પાકિસ્તાનની પુત્રવધૂ બની ગઈ છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી અને સામિયા આરઝૂએ દુબઈમાં લગ્ન કર્યા. હરિયાણાની રહેવાસી સામિયા આરઝૂનો પરિવાર શનિવારે દુબઈ માટે રવાના થયો હતો. બંનેના નિકાહની ખબરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ રહી છે.
હસન અલી અને શામિયા આરઝૂના નિકાહની ખબરો બંને દેશોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. બંનેના નિકાહની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શામિયા આરઝૂ હરિયાણાના નૂંહા જિલ્લાના ચંદેની ગામની રહેવાસી છે. શામિયા એર એમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે. તેના પિતા લિયાકત અલી પૂર્વ પંચાયત અધિકારી છે.
View this post on Instagram
પાકિસ્તાની ક્રિકેટર હસન અલીને લગ્ન માટે પાકિસ્તન ક્રિકેટ બોર્ડે 6 દિવસની રજા આપી હતી. શામિયા આરઝૂ અને હસન અલીના લગ્ન તેમના પરદાદાના પરિવાર દ્વારા થયા છે. હસન અલી એવા ચોથા ક્રિકેટર છે, જેણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. હસન અલીનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો છે. તેમના પ્રી-વેડિંગના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion