શોધખોળ કરો
આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરને ભારતીય યુવતીએ કર્યો ક્લિન બોલ્ડ, જાણો વિગતે
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ન્યૂઝના રિપોર્ટ મુજબ પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી હરિયાણાની છોકરીને દિલ લઈ બેઠો છે.
લાહોરઃ ભારતીય છોકરી પર ફિદા થવામાં વધુ એક પાકિસ્તાની ક્રિકેટરનું નામ સામે આવ્યું છે. આ ક્રિકેટર શોએબ મલિકની જેમ જલદી ભારતીય છોકરી સાથે લગ્ન કરી શકે છે. પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ન્યૂઝના રિપોર્ટ મુજબ પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસન અલી હરિયાણાની છોકરી શમીયા આરઝુને દિલ લઈ બેઠો છે.
અખબારના દાવા મુજબ, લગ્ન માટે બંને પરિવારો એકબીજાના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવતી અને હસન અલીની દુબઈમાં એક કોમન મિત્ર દ્વારા ઓળખાણ થઈ હતી. જે બાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું. છોકરીના પરિવારજનોએ લગ્ન માટે હા પાડશે તો ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં હસન અલી ભારતીય છોકરી સાથે દુબઈમાં નિકાહ યોજાશે.
રિપોર્ટ પ્રમાણે છોકરી ઈન્ડિયન એરલાઈન્સમાં ફ્લાઇટ એન્જિનિયર છે. બંને પરિવારજનો વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી. હસન અલી 9 ટેસ્ટમાં 31, 53 વન ડેમાં 82 અને 30 T20માં 35 વિકેટ ઝડપી ચુક્યો છે. 25 વર્ષના યુવા બોલરને તાજેતરમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં રમાયેલા વર્લ્ડકપમાં ટીમમાંથી અધ વચ્ચે જ કાઢી મુકવામાં આવ્યો હતો.
આ પહેલા પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિકે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. તે પહેલા જાણીતા બેટ્સમેન મોહસિન ખાને ભારતીય એક્ટ્રેસ રીના રૉય સાથે નિકાહ કર્યા હતા, જોકે બાદમાં બંનેના તલાક થઈ ગયા હતા.
ખેડૂત નેતા વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર જયેશ રાદડિયાએ આપી મુખાગ્નિ
ધો. 12 કોમર્સ અને ધો. 10ની પૂરક પરીક્ષાનું પરિણામ થયું જાહેર, જાણો કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ
ભારે વરસાદથી રોહિશાળાથી બોટાદ અને ગઢડા જવાના રોડના થઈ ગયા બે ભાગ, જુઓ તસવીરો
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કોહલીને કેમ આરામ ન અપાયો ? કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દુનિયા
બોલિવૂડ
Advertisement