શોધખોળ કરો
Advertisement
કોરોના ટેસ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયો આ સ્ટાર ક્રિકેટર, PCB લઈ શકે છે કડક પગલા
પીસીબીના સીઈઓ વસીમ ખાને કહ્યું, હફિઝે જે રીતે મામલાને ડીલ કર્યો તે નિરાશાનજક છે.
કરાચીઃ પાકિસ્તાનનો દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ હફિઝ નવી મુશ્કેલીમાં ફસાતો નજરે પડી રહ્યો છે. પીસીબી દ્વારા કરાવવામાં આવેલા ટેસ્ટમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ બુધવારે સ્ટાર ઓલરાઉન્ડરે અંગત રીતે ટેસ્ટ કરાવ્યો અને જણાવ્યું કે, તાજા રિપોર્ટ નેગેટિવ છે. હફીઝે આમ કરીને પીસીબીનો પ્રોટોકોલ તોડ્યો છે.
આ અંગ પીસીબીએ કહ્યું, અમે પૂરા મામલાને લઈ હફિઝ સાથે વાત કરી છે. તેણ આવું પગલું ભરતા પહેલા બોર્ડ સાથે વાત કરવી જોઈતી હતી. અમે તેના આ પગલાથી ઘણા નિરાશ છીએ.
પીસીબીના સીઈઓ વસીમ ખાને કહ્યું, હફિઝે જે રીતે મામલાને ડીલ કર્યો તે નિરાશાનજક છે. તેની પાસે અંગત રીતે ટેસ્ટ કરાવવાનો અધિકાર છે. પણ તેણે બોર્ડ સાથે વાત તો કરવી જોઈતી હતી. હફિઝ પાસે પીસીબીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી પરંતુ જ્યારે કોઈ ખેલાડી ટીમ માટે સિલેક્ટ થાય છે ત્યારે તેમના પર પણ કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓ માટે બનાવવામાં આવેલા નિયમ લાગુ થાય છે.
પીસીબીએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 29 ખેલાડીઓની પસંદગી કરી હતી. જેમાંથી 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જોકે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ખેલાડીઓ ઈંગ્લેન્ડ જશે કે નહીં. પાકિસ્તાનની ક્રિકેટ ટીમે 28 જૂને ઈંગ્લેન્ડ રવાના થવાનું છે. જ્યાં પહોંચ્યા બાદ 14 દિવસ સુધી પાકિસ્તાની ક્રિકેટર્સ કવોરન્ટાઈન રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement