PKL 2021-22: યોદ્ધાઓ અને દબંગોમાંથી કોણ રહ્યું છે પ્રૉ કબડ્ડી લીગમાં બાદશાહ, જાણો શું છે આંકડાઓ
યુપી યૌદ્ધા આ સિઝન 6 વાર મેટ પર ઉતરી ચૂકી છે. પરંતુ તેને માત્ર એક જીત મળી છે.
Pro Kabaddi league Season 8, પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં આજે મોટી મેચ રમાશે. સાંજે 7.30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ પર 40મી મેચમાં યુપી યૌદ્ધા (UP Yoddha) દબંગ દિલ્હી (Dabang Delhi KC) સામે ટકરાશે. બન્ને ટીમો સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. પરંતુ નવીનની રેલ એવી ચાલી છે કે હજુ સુધી કોઇ ટીમ નથી રોકી શકી. દિલ્હીએ અત્યાર સુધી 6 મેચો રમી છે. જેમાં તેને ચાર જીત મળી છે અને બે મેચ બરાબરી પર ખતમ થઇ છે. આ સિઝનમાં દિલ્હી એકમાત્ર ટીમ છે જેને કોઇ હરાવી શક્યુ નથી.
યુપી યૌદ્ધા આ સિઝન 6 વાર મેટ પર ઉતરી ચૂકી છે. પરંતુ તેને માત્ર એક જીત મળી છે. ટીમના સ્ટાર રેડર પરદીપ નરવાલ (Pardeep Narwal) હજુ સુધી કોઇ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો.
શું કહે છે બન્ને ટીમો વચ્ચેના હાર-જીતના આંકડા-
બન્ને ટીમો પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં 5 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં દિલ્હીના દબંગોને માત્ર એક જ જીત મળી છે. યોદ્ધાઓએ પીકેએલ ઇતિહાસમાં દબંગોનો પાંચમાંથી ચાર વાર પછાડ્યા છે. જોઇએ તો ઇતિહાસમાં યોદ્ધાઓનુ પલડુ ભારે રહ્યું છે, પરંતુ હાલનુ ફોર્મ જોઇને લાગે છે કે આજે રાત્રે ઇતિહાસ પણ બદલાવવાનો છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા