શોધખોળ કરો
યુવરાજ જેવા સ્ટાર બેટ્સમેનને છોડીને આ પ્લેયર પર આવ્યું પ્રીત ઝિંટાનું દિલ! 4.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો
1/3

પ્રભસિમરન સિંહને આટલી મોટી કિંમત મળવાનું કારણ તેની આક્રમક બેટિંગ અને એક વિકેટકિપર હોવું છે. પટિયાલાના રહેવાસી પ્રભસિમરને પંજાબ અંડર-23 ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટૂર્નામેન્ટમાં 301 બોલમાં 298 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 13 છગ્ગા અને 29 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ બાદ પ્રભસિમરને તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને આઈપીએલમાં તેને 4.80 કરોડ રૂપિયા મળ્યા.
2/3

ઉલ્લેખનીય છે કે, પ્રભસિમરનસિંહ એમ એસ ધોની અને એડમ ગિલક્રિસ્ટને પોતાના આદર્શ માને છે. પ્રભસિમરનસિંહને આટલી મોટી રકમ મળ્યા બાદ આઈપીએલ એક્સપર્ટસે કહ્યું કે, પ્રભસિમરનસિંહમાં સિક્સર મારવાનો દમ છે. પરંતુ તે તેનાથી વધુ સાર બેટ્સમેન દેખાય છે. આમ તો તેને જમણોરી રિષભ પંત કહીએ તો તેમાં કંઈ ખોટું નથી.
Published at : 20 Dec 2018 07:35 AM (IST)
View More





















