શોધખોળ કરો
NZ A vs IND A: ન્યૂઝીલેન્ડ પહોંચતાં જ પૃથ્વી શૉએ મચાવી ધમાલ, રમી 150 રનની તોફાની ઈનિંગ
રણજી ટ્રોફીમાં ખભાની ઈજા થયા બાદ તેની સારવારની દેખરેખ રાખી રહેલી નેશનલ ક્રિકેટ એકેડમીએ તેને ક્રિકેટ રમવાની મંજૂરી આપ્યા બાદ ગુરુવારે ન્યૂઝીલેન્ડ જવા રવાના થયો હતો. મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો.

નવી દિલ્હીઃ ઈન્ડિયા-એ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. રણજી ટ્રોફીમાં રમતી વખતે ઈજાગ્રસ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં થોડા દિવસ પહેલા પહોંચેલા પૃથ્વી શૉએ ન્યૂઝીલેન્ડ ઈલેવન સામેની બીજી વન ડે વોર્મ અપ મેચમાં રવિવારે માત્ર 100 બોલમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 150 રન બનાવ્યા હતા. તેની આ ઈનિંગના કારણે ભારત-એ 49.2 ઓવરમાં 372 રન બનાવી ઓલઆઉટ થયું હતું.
રણજી ટ્રોફીમાં ખભાની ઈજા થયા બાદ તેની સારવારની દેખરેખ રાખી રહેલી નેશનલ ક્રિકેટ એકેડમીએ તેને ક્રિકેટ રમવાની મંજૂરી આપ્યા બાદ ગુરુવારે ન્યૂઝીલેન્ડ જવા રવાના થયો હતો. મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. ઓપનિંગમાં આવેલા પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની જોડીએ 11.3 ઓવરમાં 89 રન જોડ્યા હતા. કિવી ટીમ માટે કેપ્ટન ડૈરિલ મિશેલે 37 રનમાં 3, જૈક ગિબ્સન અને હેઝેલડાઈને 2-2 વિકેટ લીધી હતી. 373 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ન્યૂઝીલેન્ડ-એ ટીમ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 360 રન બનાવી શકી હતી. જેના કારણે ભારતનો 12 રનથી વિજય થયો હતો. INDvAUS: આજના નિર્ણાયક મુકાબલામાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, કોહલીના માનીતા ખેલાડીનો થઈ શકે સમાવેશ INDvAUS: આજે ત્રીજી અને અંતિમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત⭐ 150 runs ⭐ 100 balls ⭐ 22 fours ⭐ 2 sixes
Prithvi Shaw hit a fantastic century as India A posted a formidable 372 against New Zealand XI in the first 50-over game ???? pic.twitter.com/Hd8HViQpwr — ICC (@ICC) January 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
