શોધખોળ કરો
Advertisement
સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત
સુરેન્દ્રનગરના દેવપરા નજીક લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ હતી.
સુરેન્દ્રનગરઃ રાજ્યમાં જીવલેણ અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આજે ફરી એક વખત લીંબડી-અમદાવાદ હાઇવે રકતરંજિત બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના દેવપરા નજીક લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકો સહિત 5 લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
GJ-01-DU-8615 નંબરની કારનું અકસ્માતમાં પડીકું વળી ગયું હતું.ઈનોવા કાર ચાલકને ઝોકુ આવી જતાં સામેની તરફ ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકોના નામ કેસુબ્રમણ્યમ તંબારાવ, રાજેશ્રી સુબ્રમણ્યમ, ગણેશ સુબ્રમણ્યમ, ભવાની નાગેન્દ્ર અને અકિલ પ્રસાદનું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોના નામ નાગેન્દ્ર પ્રસાદ, માધુરી શ્રીનિવાસ, રુચિતા, કુચલીતા, સોહન કેવલાજી (ઈનોવા કાર ડ્રાઇવર) છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન
ગુજરાત કોંગ્રેસના કયા નેતાની પોલીસે કરી ધરપકડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion