PKL 2021, પ્રૉ કબડ્ડીમાં લીગમાં આજે જીત મેળવવા ગુજરાતની ટીમ હરિયાણા સામે ટકરાશે, બન્ને ટીમોનો કેવો રહ્યો સફર, જાણો.........
બન્ને ટીમો અત્યાર સુધી કંઇ ખાસ કમાલ નથી કરી શકી. લીગમાં ગુજરાત જાયન્ટ્સ 7માં અને હરિયાણા સ્ટીલર્સ 11માં નંબર પર છે.
Gujarat Giants vs Haryana Steelers : પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8ની 28મી મેચમાં આજે ગુજરાત જાયન્ટ્સની ટક્કર હરિયાણઆ સ્ટીલર્સ સાથે થશે. બન્ને ટીમો અત્યાર સુધી કંઇ ખાસ કમાલ નથી કરી શકી. લીગમાં ગુજરાત જાયન્ટ્સ 7માં અને હરિયાણા સ્ટીલર્સ 11માં નંબર પર છે. જોકે બન્ને ટીમોમાં કેટલાક દમદાર ખેલાડીઓ છે તે સતત સારુ પ્રદર્શન કરી રહી રહ્યાં છે.
ગુજરાત જાયન્ટ્સની 2 મેચોમાં ટાઇ પડી છે, અને એક મેચમાં ટીમને હાર મળી છે. રેડર રાકેશ નરવાલ સતત સફળ રેડ કરી રહ્યો છે. છેલ્લી ચાર મેચમાં તેને 41 પૉઇન્ટ્સ મેળવ્યા છે. 2 વારથી સુપર 10 પૉઇન્ટ્સ હાંસલ કરી ચૂક્યા છે, તે હરિયાણા સ્ટીલર્સ માટે સૌથી મોટો પડકાર હશે. જાયન્ટ્સ ડિફેન્ડર ગિરીશ મારુતિ પણ ટીમ માટે સતત સફળ ટેકલ કરી રહ્યો છે. ગઇ મેચમાં તેને ટેકલ દ્વારા 4 પૉઇન્ટ્સ જોડ્યા હતા. છેલ્લી 3 મેચોમાં જીતની શોધ કરી રહેલી ગુજરાત ટીમને લયમાં પરત આવવા માટે જવાબદારી આ બે જ ખેલાડીઓ પર રહેશે.
હરિયાણાને આ સિઝનમાં અત્યાર સુધી માત્ર એક જીત હાથ લાગી છે. ત્રણ મેચમાં તેને હાર મળી છે. ટીમના કેપ્ટન અને ટૉપ ઓર્ડર રેડર વિકાસ કન્ડોલા બેસ્ટ રમત રમી રહ્યો છે. પરંતુ ટીમને જીત અપાવવામાં સફળ નથી થઇ રહ્યો. તેને ગઇ મેચમાં 7 રેડ પૉઇન્ટ હાંસલ કર્યા હતા. ટીમના ડિફેન્ડર સુરેન્દર નડ્ડા પર ખાસ નજર રહેશે. તે ગઇ 4 મેચમાં 14 ટેકલ પૉઇન્ટ લઇ ચૂક્યો છે. નડ્ડાની સાથે જયદીપ પણ જબરદસ્ત ડિફેન્સનુ પ્રદર્શન કરી રહ્યો છે. તે ટેકલ દ્વારા આ સિઝનમાં 15 પૉઇન્ટ હાંસલ કરી ચૂક્યો છે. હરિયાણાને લીગ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી આ બન્ને ડિફેન્ડરો પર રહેશે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા