News: મીડિયા સામે ધ્રૂસકે ને ધ્રસકે રડવા લાગી આ મહિલા ખેલાડી, બોલી - કેરળમાં મારા પર.....
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં દિગ્ગજ એથ્લિટે કહ્યું કે, ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સના ખેલાડી કેટલાય સમયથી આ રીતના ઉત્પીડન અને સુરક્ષાના મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હતા,
PT Usha: દિગ્ગજ એથ્લિટ અને ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ની અધ્યક્ષ પીટી ઉષા શનિવારે મીડિયાની સામે રડી પડી, તેને આરોપ લગાવ્યો છે કે કેરળના કોઝીકૉડ જિલ્લામાં સ્થિત તેની એથ્લિટ એકેડેમીના કેમ્પસમાં ગેરકાયદે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેને એ પણ કહ્યું કે જ્યારે મેનેજમેન્ટે આનો વિરોધ કર્યો તો તેમની સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો.
જોકે, તેને બતાવ્યુ કે, પોલીસે ફરિયાદ પછી કામ રોકી લીધુ છે. તેને કહ્યું કે, કેટલાક લોકો ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા અને નિર્માણ કાર્ય શરૂ કરી દીધુ, જ્યારે મેનેજમેન્ટે તેમને વિરોધ કર્યો તો તેમની સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો. તેને દાવો કર્યો છે કે, તેમની પાસે પનંગડ પંચાયતમાંથી પરમિશન છે. અમે પોલીસમાં ફરિયાદ કરી અને કામ રોકી લેવામાં આવ્યુ.
કહ્યું- સાંસદ બન્યા બાદ નિશાના પર...
નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં દિગ્ગજ એથ્લિટે કહ્યું કે, ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સના ખેલાડી કેટલાય સમયથી આ રીતના ઉત્પીડન અને સુરક્ષાના મુદ્દાઓનો સામનો કરી રહ્યાં હતા, જે તેમના રાજ્યસભા સાંસદ બન્યા બાદ ઝડપી થઇ ગયા છે. બીજેપીએ જુલાઇ 2022માં પીટી ઉષાને રાજ્યસભા માટે નામિત કરી હતી.
સીએમ વિજયનને કરી અપીલ -
પીટી ઉષાએ કેમ્પલમાં ઘૂસણખોરીના કારણે એકેડેમીમાં રહી રહેલા લોકો અને છોકરીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી. તેમને કેરળની વામપંથી સરકાર અને મુખ્યમંત્રી પિનારાઇ વિજયન સાથે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી, જેથી ત્યા મહિલા એથ્લિટોની સુરક્ષા નક્કી કરવામાં આવી શકે.
પીટી ઉષાએ કહ્યું કે, ઉષા સ્કૂલમાં 25 મહિલાઓ છે, જેમાં 11 ઉત્તર ભારતમાંથી છે. તેમની સુરક્ષા નક્કી કરવી અમારી જવાબદારી છે. મેં આ સંબંધમાં મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. પીટી ઉષાએ પણ ફરિયાદ કરી કે ડ્રગ એડિક્ટ અને યુગલ કમ્પાઉન્ડમાં ઘૂસી જાય છે, અને તે ત્યાં ગંદકી ફેલાવે છે.
કોણ છે પીટી ઉષા -
આખું નામ પિલાવુલ્લાકાંડી થેક્કેપરંબિલ ઉષા છે, જોકે વિશ્વ તેમને પીટી ઉષા તરીકે ઓળખે છે. વધુમાં, તેણીને ઘણીવાર 'ઇન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડની રાણી' અને 'પાયોલી એક્સપ્રેસ' તરીકે ઓળખવામાં આવે છે. પીટી ઉષાનો જન્મ 27 જૂન 1964ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લાના પાયોલી ગામમાં થયો હતો. 1976માં પીટી ઉષાએ પ્રથમ વખત નેશનલ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યારે જ ઉષા પહેલીવાર લાઇમલાઇટમાં આવી હતી. તે સમયે પીટી ઉષાની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેણે 1980માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પીટી ઉષાએ કરાચીમાં પાકિસ્તાન ઓપન નેશનલ મીટમાં ભારત માટે ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ભારતની સર્વશ્રેષ્ઠ રમતવીરોમાંની એક, પીટી ઉષા ત્રણ ઓલિમ્પિક રમતોમાંથી બહાર રહી ગઈ છે. તેમાં મોસ્કો (1980), લોસ એન્જલસ (1984) અને સિઓલ (1988)નો સમાવેશ થાય છે. મોસ્કોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. લોસ એન્જલસમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ તે મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. તેણે સિઓલ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. નવી દિલ્હીમાં 1982 એશિયન ગેમ્સમાં 100 મીટર અને 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યા. બીજા વર્ષે તેણે એશિયન ટ્રેક એન્ડ ફિલ્ડ ચેમ્પિયનશિપમાં 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો. 1983 થી 1989 સુધી, ઉષાએ એટીએફમાં 13 ગોલ્ડ મેડલ જીત્યા.
20 વર્ષની ઉંમરે, પીટી ઉષાને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 1985 અને 1986માં સર્વશ્રેષ્ઠ રમતવીરને વર્લ્ડ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પીટી ઉષાએ 1990 બેઇજિંગ એશિયન ગેમ્સમાં ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. તેણે 1991માં વી શ્રીનિવાસન સાથે લગ્ન કર્યા. આ પછી, 1998 માં, ઉષા એથ્લેટિક્સમાં વાપસી કરી હતી.
પીટી ઉષાએ વર્ષ 2000માં એથ્લેટિક્સમાંથી નિવૃત્તિ લીધી હતી. પીટી ઉષાને ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા 'સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ સેન્ચ્યુરી' અને 'સ્પોર્ટ્સ વુમન ઓફ ધ મિલેનિયમ' તરીકે ખિતાબ આપવામાં આવ્યો છે. આજના યુગમાં દેશની તે મહિલાઓ માટે એક આદર્શ સમાન છે, જેમણે પ્રગતિના પંથે ચાલીને અનેક નવી મહિલાઓને રોલ મોડલ આપ્યા છે.