શોધખોળ કરો
પીવી સિંધૂ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં, મારિન સાથે થશે મુકાબલો
1/3

મારિને રિયો ઓલમ્પિકમાં સિંધૂને ત્રણ ગેમમાં હરાવીને ગોલ્ડ મેડલથી વંચિત રાખી હતી. ભારતે વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ સાત મેડલ જીત્યા છે પરંતુ અત્યાર સુધી એક પણ ગોલ્ડ મેડલ જીત્યો નથી.
2/3

સિંધુએ ક્વાર્ટરફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને ગત ચેમ્પિયનશિપની ફાઈનલની હારનો બદલો લીધો હતો અને હવે સેમીફાઈનલમાં તેણે વધુ એક જાપાની ખેલાડીને બીજી ગેમમાં યામાગુચીને 55 મિનિટમાં હરાવી દીધી હતી. રવિવારે ફાઈનલમાં સિંધુનો પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિન સાથે મુકાબલો થશે. સિંધુ પાસે હવે મારિનને રિયો ઓલમ્પિકની ફાઈનલની હારનો બદલો લેવાની તક છે.
Published at : 04 Aug 2018 09:45 PM (IST)
Tags :
Pv SindhuView More





















