શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિશ્વ ચેમ્પિયનશીપઃ સિંધુ સેમિફાઇનલમાં, વર્લ્ડ નંબર-2 શટલરને આપી હાર
આ જીત સાથે જ સિંધુએ યિંગના વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 5-10 કરી લીધો છે
નવી દિલ્હીઃ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં રમાઇ રહેલી બેટમિન્ટન વિશ્વ ચેમ્પિયનશીપ 2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. દુનિયાની પાંચમા નંબરની ખેલાડી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ખેલાડી તાઇ જૂ યિંગને 12-21,23-21,21-19થી હાર આપી હતી. સિંધુએ એક કલાક 10 મિનિટમાં આ મેચ જીતી હતી. આ જીત સાથે જ સિંધુએ યિંગના વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ 5-10 કરી લીધો છે. પ્રથમ ગેમમાં સિંધુએ સરળતાથી અંક હાંસલ કરતી હતી. સિંધુ પ્રથમ ગેમ 12-21થી હારી ગઇ હતી.
2017 અને 2018માં સિલ્વર તથા 2013 અને 2014માં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ બીજી ગેમમાં વાપસી કરી હતી અને યિંગને ટક્કર આપી હતી. બંન્ને ખેલાડી એક સમયે 8-8 અને 12-12 પર હતી. પરંતુ બાદમાં સિંધુએ 18-16થી લીડ મેળવી હતી. ત્રીજી ગેમમાં સિઁધુ એક સમયે 5-8થી પાછળ હતી પરંતુ બાદમાં તેણે 14-14 અને પછી 19-19થી સ્કોર સમાન કર્યો હતો. ભારતીય ખેલાડી સિંધુએ સતત બે અંક લઇને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion