શોધખોળ કરો

પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 

લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે.

syed modi international in womens single event   : લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે. સિંધુએ 1 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ચીનની ખેલાડી વુ લુઓ યુ સામે સીધા સેટમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુએ કારકિર્દીમાં ત્રીજી વખત સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.

સિંધુએ બંને સેટમાં ચીનની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી

પીવી સિંધુએ ફાઈનલ મેચના પહેલા સેટથી જ ચીનની ખેલાડી વુ લુઓ યુ પર પોતાનો દબાવ જાળવી રાખ્યો હતો જેમાં તેણે 21-14થી જીત મેળવી હતી. આ પછી બીજા સેટમાં પણ સિંધુએ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું અને તેને 21-16થી જીતી લીધો. સમગ્ર મેચ દરમિયાન સિંધુ સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતી હતી જેમાં તેણે એક વખત પણ ચીની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી. વર્ષ 2024માં સિંધુનું આ પહેલું ટાઈટલ છે, જ્યારે તેણે છેલ્લે વર્ષ 2022માં જુલાઈમાં આયોજિત સિંગાપોર ઓપનમાં ટાઈટલ જીત્યું હતું. 

મહિલા સિંગલ્સમાં ભારતની પીવી સિંધુએ ચીનની વુ લુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી. 2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હારી ગઈ હતી.

આ વર્ષે બીજી વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે 

ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ માટે વર્ષ 2024 કંઈ ખાસ ન હતું, જેમાં તે માત્ર બે વખત જ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પણ સિંધુ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને રાઉન્ડ ઓફ 16માં બહાર થઈ ગઈ હતી. આ સિવાય તે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી પરંતુ અહીં તેને ચીનની ખેલાડી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

પીવી સિંધુનું પુરું નામ પુસરલા વેંકટ સિંધુ છે. તેનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં થયો છે. બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય કરિયર 2009થી શરુ થયું, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમણે પ્રથમ મેડલ 2009માં જીત્યું હતુ.

મોહમ્મદ સિરાજને DSP બનવા પર તેલંગાણા સરકાર તરફથી કેટલો મળશે પગાર ? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Attack On Saif ali Khan: અભિનેતાનું સફળ ઓપરેશન, ત્રણ લોકોની પૂછપરછ; જાણો કેવી રીતે બની આખી ઘટના?Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજAttack On Saif Ali Khan :ચક્કુ વડે સૈફ અલી ખાન પર હુમલો, ગળાના ભાગે 10 CM ઊંડો ઘા | Abp AsmitaSaif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર છ વખત ચાકૂથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી, ત્રણની અટકાયત
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર છ વખત ચાકૂથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી, ત્રણની અટકાયત
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Embed widget