શોધખોળ કરો
Attack On Saif Ali Khan :ચક્કુ વડે સૈફ અલી ખાન પર હુમલો, ગળાના ભાગે 10 CM ઊંડો ઘા | Abp Asmita
લીલાવતી હોસ્પિટલે પુષ્ટી કરી હતી કે સૈફ અલી ખાનની સર્જરી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં સૈફ અલીને ઈજાઓ થઈ છે. તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને દરેક પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.
આગળ જુઓ





















