શોધખોળ કરો
રણજી ટ્રોફીઃ સૌરાષ્ટ્રનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું, ફાઇનલમાં વિદર્ભે આપી 78 રનથી હાર

1/3

આ મેચમાં સૌરાષ્ટ્રનો સ્ટાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ફ્લોપ રહ્યો હતો. પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 1 રન બનાવ્યો હતો, જ્યારે બીજી ઈનિંગમાં ખાતુ પણ ખોલાવી શક્યો નહોતો. મેચમાં વિદર્ભના અદિત્ય સરવટેએ 11 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં 5 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
2/3

વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા. જેની સામે સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ ઇનિંગમાં 307 રન જ બનાવી શકી હતી. પાંચ રનની લીડ બાદ વિદર્ભે બીજી ઈનિંગમાં 200 રન બનાવ્યા હતા અને સૌરાષ્ટ્રને મેચ જીતવા 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
3/3

નવી દિલ્હીઃ રણજી ટ્રોફી 2018-19ની ફાઇનલમાં વિદર્ભે સૌરાષ્ટ્રને 78 રનથી હાર આપીને સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ચોથી ઈનિંગમાં સૌરાષ્ટ્રને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેની સામે સમગ્ર ટીમ 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
Published at : 07 Feb 2019 12:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
