જણાવી દઈએ કે ત્રીજા દિવસે શનિવારે જમ્મુ-કાશ્મીરને જીત માટે 395 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ ઇનિંગમાં 379 રન બનાવ્યા બાદ રાજસ્થાને જમ્મુ-કાશ્મીરની ઇનિંગને 204 રનમાં ઓલઆઉટ કરી બીજી ઇનિંગમાં ચાર વિકેટ પર 219 રન બનાવી દાવ ડિક્લેર કરી દીધો. અને 394 રનની લીડ આપી છે.
2/4
ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુદાસિર ત્રીજો ખેલાડી છે, જેણે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હોય. આ સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હેટ્રિક લેનારો જમ્મુ-કાશ્મિરનો પ્રથમ બોલર બન્યો છે.
3/4
મોહમ્મદ મુદસ્સિરે ચારેય બોલ પર વિકેટ ઝડપી હતી અને તે પણ એલબીડબલ્યૂ આઉટ. જો કે 1988માં દિલ્હીના હંકર સેનીએ પણ હિમાચલ વિરુદ્ધ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ આ તમામ એલબીડબ્યૂ વિકેટ નોહતી.
4/4
રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર વચ્ચેના રણજી ટ્રોફીના એલટી ગ્રુપ-સી મુકાબલામાં મોહમ્મદ મુદાસિરે ઇતિહાસ રચી દીધો છે. જમ્મુ-કાશ્મીરના આ બોલરે રાજસ્થાનની પ્રથમ ઇનિંગની 99મી ઓવરમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી પોતાના નામે રેકોર્ડ બનાવી દીધો છે.