શોધખોળ કરો
Advertisement
Ranji Trophy: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેને કરી બબાલ, એમ્પાયરનો હાથ પકડીને.....
રણજી ટ્રોફીમાં તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે રમાઈ રહેલી મેચમાં એમ્પાયરના ફેંસલા વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવાના કારણે ઓપનર મુરલી વિજય પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ટી બ્રેક પહેલા આર અશ્વિનની ઓવરમાં બની હતી.
નવી દિલ્હીઃ રણજી ટ્રોફીમાં તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે રમાઈ રહેલી મેચમાં એમ્પાયરના ફેંસલા વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવાના કારણે ઓપનર મુરલી વિજય પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ટી બ્રેક પહેલા આર અશ્વિનની ઓવરમાં બની હતી. અશ્વિનની બોલ પર પવન દેશપાંડેએ વિકેટ પાછળ કેચની અપીલ કરી હતી. જેને એમ્પાયરે ફગારી દીધી હતી. એમ્પાયરના આ ફેંસલા પર મુરલી વિજય અસહમત થયો હતો.
ઈનિંગની 70મી ઓવરમાં અશ્વિનની બોલ પર પવન દેશપાંડેએ વિકેટ પાછળ કેચ પકડયો હતો. તમિલનાડુની ટીમે કેચની અપીલ કરી હતી, જેને એમ્પાયર નીતિન પંડિતે ફગાવી દીધી હતી. જેનાથી નિરાશ તમિલનાડુના ખેલાડી પિચ નજીક ગયા હતા. એમ્પાયર તેમની સાથે વાત કરવા પણ ગયા, જ્યારે બીજા એમ્પાયરે મુરલીને શાંત કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન મુરલીએ એમ્પાયરનો હાથ પકડયો હતો.
આ ઘટના બાદ તમિલનાડુ ટીમ મેનેજમેન્ટે મુરલી વિજય પર દંડ લગાવવાનો ફેંસલો કર્યો હતો. મેચના બીજા દિવસે કર્ણાટકની ટીમ 336 રન પર ઓલઆઉઠ થઈ હતી. જ્યારે બીજા દિવસની રમત પૂરી થવા સુધીમાં તમિલનાડુએ 4 વિકેટના નુકસાન પર 165 રન બનાવી લીધા છે.
મહારાષ્ટ્રઃ BJP નેતા એકનાથ ખડસેએ CM ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત, કહ્યું- હું શિવસેનામાં.........
સાનિયા મિર્ઝા અને અઝહરુદ્દીને તેલંગાણાના CMની એક સાથે કેમ કરી મુલાકાત ? કારણ જાણીને રહી જશો દંગ
હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement