શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ ખોલ્યું રહસ્ય, કહ્યું- આ કારણે કરાવવી પડી મુશ્કેલ સર્જરી, જાણો વિગત
હાર્દિકે કહ્યું, હું મારી સાથે અને ભારતીય ટીમ સાથે પણ અન્યાય કરી રહ્યો હતો. હું ઘણા દિવસોથી પીઠ દર્દ હોવા છતાં રમતો હતો. મારે સર્જરી ન કરાવવી પડે તેની હું કોશિશ કરતો હતો. આ માટે મેં શકય તેટલી કોશિશ કરી પરંતુ કોઈ ફાયદો ન થયો. હું મારું સો ટકા પ્રદર્શન કરી શકતો નહોતો તેવો મને અનુભવ થયો હતો. જે બાદ મેં સર્જરી કરાવવાનો ફેંસલો લીધો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ બાદ ઈજાના કારણે ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સફળ સર્જરી બાદ હાલ રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે કહ્યું, ક્રિકેટ મારા લોહીમાં વસ્યું છે અને હું ખુદને તેનાથી વધારે સમય દૂર ન રાખી શકું. હવે મેદાન પર ફરીથી વાપસી કરવા માનસિર રીતે ફિટ થવા માંગુ છું.
ટીમથી દૂર રહેવાનું હાર્દિકને જરા પણ ગમતું નથી. હું મારી સાથે અને ભારતીય ટીમ સાથે પણ અન્યાય કરી રહ્યો હતો. હું ઘણા દિવસોથી પીઠ દર્દ હોવા છતાં રમતો હતો. મારે સર્જરી ન કરાવવી પડે તેની હું કોશિશ કરતો હતો. આ માટે મેં શકય તેટલી કોશિશ કરી પરંતુ કોઈ ફાયદો ન થયો. હું મારું સો ટકા પ્રદર્શન કરી શકતો નહોતો તેવો મને અનુભવ થયો હતો. જે બાદ મેં સર્જરી કરાવવાનો ફેંસલો લીધો હતો.
હાર્દિકે એમ પણ કહ્યું, ઈમાનદારીથી તો જણાવું તો સર્જરી બાદ વાપસી કરવી આસાન નથી હોતી. તેથી અમે પૂરી સાવધાની રાખી રહ્યા છીએ. છેલ્લા ચાર-પંચ વર્ષથી રમતી વખતે મને લાગ્યું છે કે તમારે ઈજાગ્રસ્ત ન થવું જોઈએ પરંતુ તેમ છતાં થઈ જાવ છો. જે ખેલાડીના જીવનનો એક હિસ્સો છે. તમે ઈજાગ્રસ્ત નહીં થાવ તેવો દાવો ન કરી શકો. તેથી હવે હું મજબૂત થઈને વાપસી કરવા ઈચ્છું છું.
તેણે એમ પણ જણાવ્યું, શારીરિક રીતે હું વાપસી કરી શકું છું, પરંતુ માનસિક રીતે સ્વસ્થ હોવું મહત્વપૂર્ણ છે. ઈમાનદાર હોવાના કારણે મારા જીવનમાં ઘણી ચીજો બની છે અને હવે હું માનસિક રીતે ખૂબ મજબૂત થઈ ગયો છું.
IND vs WI: આવતીકાલે ત્રીજી T 20, જાણો કોને મૂકવામાં આવી શકે છે પડતા અને કોનો થઈ શકે છે સમાવેશ
કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું
જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement