શોધખોળ કરો
એશિયા કપમાં આ કારણે કોહલીને આપવામાં આવ્યો હતો આરામ, કોચ શાસ્ત્રીએ કર્યો ખુલાસો
1/4

નવી દિલ્હીઃ એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટથી હાર આપીને સાતમી વખત વિજેતા બન્યું હતું. એશિયા કપમાં ભારત તેના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વગર જ રમ્યું હતું. કોહલીના બદલે રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. એશિયા કપમાં કોહલીને કેમ આરામ આપવામાં આવ્યો હતો તેને લઇ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હવે ખુલાસો કર્યો છે.
2/4

ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો 4-1 કારમો પરાજય થયો હતો. પરંતુ સમગ્ર શ્રેણીમાં વિરાટ કોહલીને બાદ કરતાં અન્ય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડિઝ સામે 4 ઓક્ટોબરથી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળશે.
Published at : 02 Oct 2018 04:36 PM (IST)
View More





















