ઉલ્લેખનીય છે કે, એશિયા કપ બાદ ટીમ ઇન્ડિયાનને વેસ્ટઇન્ડિઝ સામે ઘરમાં ટકરાવવાનું છે જેમાં 2 ટેસ્ટ, 5 વનડે અને 3 ટી-20 મેચો રમવાની છે.
3/7
ભારત એશિયા કપમાં ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સામે ત્રણ વાર (જો બન્ને ટીમો ફાઇનલમાં પહોંચી) ટકરાશે, આવા સમયે વિરાટનું ના હોવું ટીમ ઇન્ડિયા માટે મોટો ફટકો છે. પણ સિલેક્ટર્સના દિમાગમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પણ છે, જેમાં ભારતને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.
4/7
ત્યારબાદ નવેમ્બરમાં ભારતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાનો છે, જ્યાં 3 ટી-20, 4 ટેસ્ટ અને 3 વનડે રમવાની છે.
5/7
સિલેક્શન સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે કહ્યું કે, ‘વધારે પડતી વ્યસ્તતાના જોતા અમે કોહલીને આરામ આપ્યો છે. છેલ્લા કેટલાય સમયથી તે સતત ક્રિકેટ રમી રહ્યો છે. આઇપીએલથી તે સતત રમી રહ્યો છે, એટલા માટે તેને આરામ આપવો જરૂરી છે.’
6/7
7/7
નવી દિલ્હીઃ તાજેતરમાં ઇગ્લેન્ડમાં પોતાની બેટિંગથી વિરોધી ટીમ પર કેર વર્તાવી રહેલો અને ફૂલ ફોર્મમાં ચાલી રહેલો વિરાટ હવે એશિયા કપમાં નહીં રમે. એશિયા કપ 15 સપ્ટેમ્બરથી યુએઇમાંથી શરૂ થઇ રહી છે, જેમાં વિરાટની ગેરહાજરીમાં હવે ટીમની ધુરા વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા સંભાળશે.