Rishabh Pant: ભયંકર અકસ્માતના 7 મહિના બાદ પહેલીવાર મેદાનમાં ઉતર્યો પંત, પીચને વંદન કરી આગળ વધ્યાં, જુઓ વીડિયો
ઋષબ પંત ભંયકર અકસ્માતનો ભોગ બન્યા બાદ ખૂબ જ ગંભીર રીતે ઘવાયો હતો, રિકવરી બાદ પહેલી વખત તે પ્રેકટિસ મેચ માટે મેદાને ઉતર્યો. આ સમયનો વીડિયો વાયરલ થયો છે.
Rishabh Pant: ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તે અકસ્માતમાં તેને ગંભીર ઈજા થઈ હતી, જેના પછી તે લાંબા સમય સુધી ક્રિકેટ એક્શનથી દૂર હતો. પંત ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સીમાં ક્યારે જોવા મળશે તે અંગે પણ શંકા હતા. દરમિયાન, પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે અકસ્માત બાદ પ્રથમ વખત બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત 15 ઓગસ્ટના રોજ બેંગલુરુના JSW વિજયનગર ખાતે પ્રેક્ટિસ મેચમાં બેટિંગ કરતા જોવા મળ્યાં. તેની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Rishabh Pant's batting practice, recovery has been excellent.
— Johns. (@CricCrazyJohns) August 16, 2023
- Great news for Indian cricket. pic.twitter.com/KThpdkagDz
ગયા વર્ષના અંતિમ દિવસે દિલ્હીથી રૂડકી જતી વખતે પંતની કારનો અકસ્માત થયો હતો. તેણે ગત વર્ષે 22 ડિસેમ્બરે બાંગ્લાદેશ પ્રવાસ પર તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.પંતે મેદાનમાં વાપસી કરતા પહેલા જમીનને કિસ કરી હતી. 7 મહિલાના બાદ રિકવર થયેલા પંતે આક્રમક બેટિંગ કરી હતી. તે વીડિયો પણ સામે આવ્યો છે.
બીસીસીઆઈએ 21 જુલાઈના રોજ પંતનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું હતું
અગાઉ, 21 જુલાઈના રોજ પંતનું હેલ્થ બુલેટિન જાહેર કરાવામાં આવ્યું હતું. BCCIએ કહ્યું હતું કે ભારતીય સ્ટારે બેટિંગની સાથે કીપિંગ કરવાનું શરૂ કર્યું છે. જોકે, આ પહેલીવાર છે જ્યારે પંતની ક્રિકેટના મેદાનમાં વાપસીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ પંત બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યો છે.
બે દિવસ પહેલા, રિષભ પંત સાથે NCAમાં રિહૈબ કરી રહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનો પ્રેકટિસ મેચમાં બેટિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાહુલની જાંઘની સર્જરી થઈ હતી, જ્યારે અય્યરે તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર માટે સર્જરી કરાવી હતી.
30 ડિસેમ્બરે પંતની કારનો અકસ્માત થયો હતો.
ગયા વર્ષે 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂડકી જતી વખતે ઋષભ પંતની કારનો અકસ્માત થયો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની સારવાર પહેલા દેહરાદૂનમાં અને પછી મુંબઈમાં કરવામાં આવી હતી. પંતના ઘૂંટણનું ઓપરેશન થયું છે.
25 વર્ષીય ઋષભ પંતે અત્યાર સુધીમાં 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. પંતે ટેસ્ટ મેચોમાં 5 સદી અને 11 અડધી સદીની મદદથી 2271 રન બનાવ્યા છે જ્યારે વનડેમાં તેના 865 રન છે. પંતે ટી20માં 987 રન બનાવ્યા છે.