દાઢી-મૂંછ કાઢીને ક્લિન શેવમાં દેખાયો રોહિત શર્મા તો પત્નીએ કરી દીધી વિચિત્ર કૉમેન્ટ, તસવીર થઇ વાયરલ
રોહિત શર્મા હાલમાં બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમી -એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે તેનો નવો લૂક સામે આવ્યો છે.
Rohit Sharma New Look: ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજકાલ નવા લૂકમાં દેખાવવા લાગ્યા છે. તાજેતરમાં તેની એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં તે ક્લિન શેવમાં છે. ખાસ વાત છે કે રોહિત શર્મા હાલ ઇજાના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર નથી જઇ શક્યો, સીરીઝથી બહાર છે.
રોહિત શર્મા હાલમાં બેંગ્લુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડમી -એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે તેનો નવો લૂક સામે આવ્યો છે. તેને સોશ્યલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે ક્લિન શેવ લૂકમાં દેખાઇ રહ્યો છે.
રોહિતના આ નવા લૂક પર ફેન્સ જોરદાર કૉમેન્ટ કરી રહ્યા છે. હવે ફેન્સની સાથે સાથે પત્ની રીતિકા સજદેહે પણ કૉમેન્ટ કરી છે. રીતિકાએ લખ્યું- આટલા પરેશાન કેમ છો? રોહિત સામાન્ય રીતે દાઢી-મૂંછ રાખે છે, પરંતુ તેનો આ નવો લૂક દરેકને ચોંકાવી રહ્યો છે.
View this post on Instagram
રોહિત હૈમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન
રોહિત શર્મા હૈમસ્ટ્રિંગની ઇજાના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસે નથી ગયો, તેની ગેરહાજરીમાં કેએલ રાહુલને ભારતીય વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય