શોધખોળ કરો
ફેડરરનો જાદૂ યથાવત, 10મી વખત સ્વિસ ઓપન જીતી બનાવ્યો આ રેકોર્ડ
ફેડરરે એલેક્સને 6-2,6-2થી હરાવ્યો હતો.
![ફેડરરનો જાદૂ યથાવત, 10મી વખત સ્વિસ ઓપન જીતી બનાવ્યો આ રેકોર્ડ Roger Federer Wins 10th Swiss Open Crown ફેડરરનો જાદૂ યથાવત, 10મી વખત સ્વિસ ઓપન જીતી બનાવ્યો આ રેકોર્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/28170519/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સ્વિઝરલેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે અહી રેકોર્ડ 10મી વખત સ્વિસ ઓપન ઇન્ડોર ચેમ્પિયનશીપનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફેડરરે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ મિનાઉરને હરાવ્યો હતો અને પોતાના કરિયરનું 103મું સિંગલ ટાઇટલ પોતાના નામે કર્યું છે. ફેડરરે એલેક્સને 6-2,6-2થી હરાવ્યો હતો.
38 વર્ષના ફેડરરે 20 વર્ષીય એલેક્સ વિરુદ્ધ આક્રમક રમત બતાવી હતી અને એકતરફી જીત મેળવી હતી. પ્રથમ સેટ 34 મિનિટ ચાલ્યો જેમાં ફેડરરે બે વખત એલેક્સની સર્વિસ તોડી હતી. બીજા સેટમાં ફેડરરે વધુ સારી રમત બતાવી હતી.
ફેડરરે મેચ બાદ કહ્યું કે, આ ખૂબ ઝડપી પરંતુ સારી મેચ હતી. હું સમજુ છું કે મેં શાનદાર રમત બતાવી. મારું આક્રમણ સારુ હતું કેટલીક ભૂલો કરી પરંતુ મેં સારા શોર્ટ્સ અને સર્વિસથી વાપસી કરી હતી. ફેડરરે એલેક્સના વખાણ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)