સૌથી સફળ ઓપનિંગ પાર્ટનરશીપની વાત કરીએ તો ભારતમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીનું નામ સૌથી ઉપર આવે છે. આ ઓપનિંગ જોડીએ 136 ઇનિંગમાં 21 વખત 100થી વધારે રનની પાર્ટનરશીપ કરી છે. આ સાથે જ તેમણે 6609 રન બનાવ્યા છે.
2/3
આ જોડીએ 13મી વખત 100 કરતાં વધારે રનની ભાગીદારી કરી હતી. આ રીતે તેમણે પ્રથમ વિકેટ માટે સૌથી વધારે વખત 100 રનની પાર્ટનરશીપ કરવાના મામલે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધા છે. આ બન્ને દિગ્ગજ જોડીએ 12 વખત 100 કરતાં વધારે રનની ભાગીદારી કરી હતી. સેહવાગ અને સચિને 93 ઇનિંગમાં 42.13ની એવરેજ સાથે 3919 રન બનાવ્યા હતા.
3/3
નવી દિલ્હીઃ રોહિત શર્મા અને શિખર ધવનની જોડી વનડે ક્રિકેટમાં ખૂબ જ સફળ રહી છે. રવિવારે દુબઈમાં એશઇયા કપના મેચમાં પાકિસ્તાને જ્યારે ભારતને 238નો ટાર્ગેટ આપ્યો ત્યારે ભારતને એક મજબૂત ઓપનિંગ ભાગીદારીની જરૂર હતી અને રોહિત-ધવને ભારતને મજબૂત શરૂઆત પણ આપી. આ બન્નેએ પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી જેની મદદથી ભારતે પાકિસ્તાનને 9 વિકેટે હાર આપી હતી. એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે આ સતત બીજી જીત હતી.