શોધખોળ કરો
Advertisement
પાક પત્રકારે રોહિતને પુછ્યુ તમારી જેવી બેટિંગ કરવા પાકિસ્તાની બેટ્સમેનોએ શું કરવુ જોઇએ? રોહિતે આપ્યો મજેદાર જવાબ
મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા રોહિતને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે વિચિત્ર સવાલ કર્યો. તેને જવાબ રોહિતે હળવા અંદાજમાં આપ્યો હતો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના હિટમેન રોહિત શર્માએ પોતાની બેટિંગથી ભારતના મજબૂત સ્કૉરનો પાયો નાંખ્યો. પાકિસ્તાની બૉલરોને ચારેય બાજુએ ફટકારતાં મહામુકાબલમાં રોહિત શર્માએ 113 બૉલમાં આક્રમક 140 રનની (14 ચોગ્ગા-3 છગ્ગા સાથેની) ઇનિંગ રમી. મેચ બાદ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારત-પાકિસ્તાનની હાઇ વૉલ્ટેજ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા રોહિતને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન એક પત્રકારે વિચિત્ર સવાલ કર્યો. તેને જવાબ રોહિતે હળવા અંદાજમાં આપ્યો હતો.
પાકિસ્તાની પત્રકારે પ્રેસ દરમિયાન રોહિતને પુછ્યુ કે હાલમાં પાકિસ્તાની ટીમ લડખડાઇ ગઇ છે, તો તમે તેમને શું સજેસન અને ટિપ્સ આપશો. આના જવાબમાં રોહિત કહ્યું- જો હુ પાકિસ્તાનનો કૉચ બનીશ તો કહીશ, અત્યારે તો હુ શું કહું.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકટે 336 રનનો જંગ સ્કૉર ખડકી દીધો, જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે પાકિસ્તાની ભારતથી 89 રન દુર હતુ જેના કારણે ભારતને 89 રનથી જીત મળી હતી.#INDvsPAK #ICCCWC2019 Rohit Sharma’s amusing reply to Pak journalist during post match Press Conf. Ro-Hit bhi, Ro-Subtle bhi @ImRo45 @imVkohli pic.twitter.com/8OQ19k9fAQ
— Anirudh Kalia (@anirudhkalia) June 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement