શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુપર ઓવરમાં બેટિંગ વિશે રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- મેં ક્યારેય સુપર......
રોહિતે આ પહેલા મેચની પ્રથમ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા અને ભારતે પાંચ વિકેટ પર પોતાનો સ્કોર 179 સુધી પહોંચાડ્યો હતો.
નવી દિલ્હીઃ રોહિત શર્માના એક પછી એક એમ બે છગ્ગાના જોરે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હેમિલ્ટનમાં રમાયેલ ત્રીજી ટી20 મેચમાં જીત નોંધાવી હતી. સુપર ઓવર દ્વારા આ મેચનો નિર્ણય થયો જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હાર આપી. સુપર ઓવરમાં ભારતને જીત માટે અંતિમ બે બોલરમાં જીતવા માટે દસ રનની જરૂરત હતી અને રોહિતે બે છગ્ગા લગાવીને મેચની બાજી જ પલટી નાખી હતી.
રોહિતે આ પહેલા મેચની પ્રથમ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા અને ભારતે પાંચ વિકેટ પર પોતાનો સ્કોર 179 સુધી પહોંચાડ્યો હતો. એટલે કે આ મેચમાં જીતના હીરો રોહિત શર્મા જ રહ્યા. આ મેચ બાદ રોહિત શર્માએ સુપર ઓવર વિશેત વાત કરતાં કહ્યું કે, ‘મેં ક્યારેય આપહેલા સુપર ઓવરમાં બેટિંગ કરી ન હતી. મને એ વાતનો જરાય અંદાજ ન હતો કે આવી સ્થિતિમાં કેવી રીતે બેટિંગ કરવી જોઈએ.’
રોહિત શર્માએ આગળ કહ્યું, ‘હું સમજી શકતો ન હતો કે શું પ્રથમ બોલથી જ અટેક કરવાનું શરૂ કરી દેવું કે થોડું રોકાઈ જવું. આ મેચમાં સુવર ઓવરમાં ભારતને જીત માટે બે બોલમાં 10 રનની જરૂરત હતી અને તેના વિશે રોહિતે કહ્યું કે, આ દબાણની સ્થિતિમાં હું બસ સ્થિર રહેવા માગતો હતો. મારો એ જ પ્રયત્ન હતો કે હું આ બે બોલ પર મારું બેસ્ટ પ્રદર્શન કરું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion