શોધખોળ કરો
વન-ડે- ટી-20 બાદ રોહિત શર્મા ટેસ્ટમાં પણ મચાવશે ધમાલ, આફ્રિકા સામે કરી શકે છે ઓપનિંગ
લોકેશ રાહુલના આ ફોર્મેટમાં ખરાબ ફોર્મે રોહિત શર્માનો દાવો વધુ મજબૂત કર્યો છે.

નવી દિલ્હીઃ રોહિત શર્માએ વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટનને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તક આપવાની માંગ ઉઠી રહી છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે તક આપવામાં આવી શકે છે. ગાંગુલીનુ કહેવું છે કે રોહિત વન-ડે ક્રિકેટમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચૂક્યો છે એવામાં તેને ટેસ્ટમાં પણ આ જવાબદારી આપી શકાય છે. લોકેશ રાહુલના આ ફોર્મેટમાં ખરાબ ફોર્મે રોહિત શર્માનો દાવો વધુ મજબૂત કર્યો છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે મંગળવારે ઇશારો કર્યો હતો કે રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં તક આપવામાં આવી શકે છે. રોહિત શર્માએ અત્યાર સુધી 27 ટેસ્ટ મેચ રમી છે અને જેમાં તેણે 1585 રન બનાવ્યા છે. રોહિતે પોતાના ટેસ્ટ કરિયરમાં ત્રણ સદી અને 10 અડધી સદી ફટકારી છે. જ્યારે લોકેશ રાહુલે 36 ટેસ્ટ મેચમાં જ 60 ઇનિંગમાં 2006 રન બનાવ્યા છે. રાહુલના નામ પર પાંચ સદી અને 11 અડધી સદી છે.જોકે, તાજેતરમાં તેનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે. છેલ્લી 12 ઇનિંગમાં એક પણ મેચમાં અડધી સદી સુધી પહોંચી શક્યો નથી. આ 12 ઇનિંગમાં કુલ મળીને ફક્ત 95 રન બનાવ્યા છે.
વધુ વાંચો























