શોધખોળ કરો
Advertisement
10 ઓવરમાં ઝૂડ્યા 183 રન, બન્યો ટી-10 ક્રિકેટનો સર્વાધિક સ્કોર
નવી દિલ્હીઃ દુબઇમાં રમાઇ રહેલી ટી-10 ક્રિકેટ લીગ 2018માં રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. હવે વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરન અને આંદ્રે રસેલની આક્રમક ઇનિંગે તરખાટ મચાવી દીધો છે. બંન્ને બેટ્સમેનોએ વિરોધી ટીમના બોલરોની ધોલાઇ કરી હતી. નોર્થ વોરિયર્સે આ મેચમાં પંજાબી લેજેન્ડ્સ સામે ટી-10 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. વોરિયર્સે 10 ઓવરમાં બે વિકેટ ગુમાવી 183 રન બનાવવામાં સફળ રહી હતી. 184 રનનો પીછો કરવા ઉતરેલી લેજેન્ડ્સની ટીમે 10 ઓવરમાં સાત વિકેટ ગુમાવી ફક્ત 84 રન જ બનાવી શકી હતી અને 99 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબી લેજેન્ડ્સના કેપ્ટન લ્યૂક રોન્ચીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નોર્થ વોરિયર્સની શરૂઆત શાનદાર રહી હતી અને ઓપનિંગ જોડીએ છ ઓવરમં જ ટીમનો સ્કોર 100ને પાર કરી લીધી હતી. સિમન્સ અને નિકોલસ પૂરને પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી.
નિકોલસ પૂરને 25 બોલમાં 77 રન બનાવ્યા હતા. પોતાની તોફાની ઇનિંગમાં પૂરને 10 સિક્સ અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અંતિમ ઓવરમાં આંદ્રે રસેલ અને રોવમન પોવેલે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી. રસેલે 9 બોલમાં જ 38 રન ફટકારી દીધી હતા. પોવેલે પણ પાંચ બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. 184 રનનો પીછો કરવા ઉતરેલી લેજેન્ડ્સની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમ 50 રન પર જ પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. લેજેન્ડ્સ તરફથી સૌથી વધુ 18 રન અનવર અલીએ બનાવ્યા હતા. બોલિંગની વાત કરવામાં આવે તો નોર્થ વોરિયર્સ તરફથી સૌથી વધુ ચાર વિકેટ ઝડપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement