શોધખોળ કરો
સચિન તેંડુલકરે 10 વર્ષ પહેલા જ પૃથ્વી શો વિશે કરી હતી આ ભવિષ્યવાણી
1/4

સચિને એ પણ જણાવ્યું કે, તે દરમિયાન પૃથ્વીને સલાહ પણ આપી હતી. આ પૂર્વ દિગ્ગજને કહ્યું કે, મેં તેને જણાવ્યું કે, તેણે પોતાની ગ્રિપ અથવા સ્ટાન્સ બદલવાની જરૂરત નથી. જો કોઈ કોચ તને આમ કરવાનું કહે તો તેને કહેજે કે મારી સાથે વાત કરે. કોચિંગ સારી વાત છે પરંતુ ખેલાડીઓ પર વધારે પડતા પ્રયોગ કરવા એ સારી વાત નથી.
2/4

સચિન તેંડુલકરે પોતાની એપ દ્વારા ફેન્સની સાથે લાઈવ કાર્યક્રમ દરમિયાન કહ્યું, 10 વર્ષ પહેલા મારા એક મિત્રએ મને પૃથ્વીને જોવા માટે કહ્યું હતું. મારા મિત્રએ મને કહ્યું હતું કે, એક વખત પૃથ્વીને જોઈને જણાવ્યું કે તેની રમતમાં ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂરત છે. મેં કેટલાક સેશન તેની સાથે વિતાવ્યા અને તેને રમતમાં કેવા સુધારા લાવવા તે વિશે જણાવ્યું. બાદમાં મેં મારા મિત્રને કહ્યું હતું કે, આ બાળક એક દિવસ ભારત માટે રમશે.
Published at : 24 Aug 2018 11:49 AM (IST)
View More





















