શોધખોળ કરો
Advertisement
સચિન તેંદુલકરે કયા ખેલાડીને કાઢીને તેની જગ્યાએ જાડેજાને રમાડવાની તરફેણ કરી, જાણો વિગતે
સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે 31 રનથી હારના માર ઝીલ્યા બાદ ટીમ ઇન્ડિયા પર પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સચિન તેંદુલકરે મોટુ નિવેદન આપ્યુ છે. સચિને ટીમમાં જાધવની જગ્યાએ જાડેજાને સમાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમની પહેલી હાર થઇ છે.
ઇંગ્લેન્ડ તરફથી મળેલા 338 રનના લક્ષ્ય સામે ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને માત્ર 306 રન જ બનાવી શકી હતી. આ સાથે ઇંગ્લેન્ડે 31 રનથી જીત મેળવી હતી.
હાર બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે હવે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો જોઇએ. જેવી રીતે જમણાં બેટ્સમેન જોની બેયર્સ્ટો અને જેસન રૉય સ્પિન બૉલરો સામે એટેક કરી રહ્યાં હતાં, આવામાં એક વેરિએશન જરૂર આવે છે કે તેમાં એક ડાબા હાથનો સ્પિનર હોય, તે કંઇક કરી શકે છે.
સચિને કહ્યું કે, સાતમા નંબરે જાધવની જગ્યાએ જાડેજાને રમાડવો યોગ્ય રહેશે. તે જરૂરના સમયે બૉલ અને બેટથી કામ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement