Sania Mirza: સાનિયાની 'New Year Post'એ જગાવી ચર્ચા, શોએબ સાથે સંબંધોનો The End?
તાજેતરમાં જ સાનિયા મિર્ઝાની 'ન્યૂ યર પોસ્ટ' ચર્ચાનો વિષય બની છે. તેની પોસ્ટમાંની તસ્વીર અને કેપ્શન શોએબ સાથેના તેના સંબંધોના અંત તરફ ઈશારો કરતા હોય તેમ લાગી રહ્યું છે.
![Sania Mirza: સાનિયાની 'New Year Post'એ જગાવી ચર્ચા, શોએબ સાથે સંબંધોનો The End? Sania Mirza : 'New Year Post'- Sania Mirza-Shoaib Malik Divorce Rumors Sania Mirza: સાનિયાની 'New Year Post'એ જગાવી ચર્ચા, શોએબ સાથે સંબંધોનો The End?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/03/8805fa769b54888e027d5a62e763c578167274549085281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sania Mirza's Insta Post: છેલ્લા કેટલાક મહિનાઓથી ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે ઓલ ઈઝ વેલ નથી ચાલી રહ્યું. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. એટલુ જ નહીં પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી બંને દ્વારા સોશિયલ મીડિયા જે પ્રકારની પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી તે પણ મીડિયા અહેવાલોને યોગ્ય ઠેરવતી હોય તેમ લાગી રહ્યું હતું.
તાજેતરમાં જ સાનિયા મિર્ઝાની 'ન્યૂ યર પોસ્ટ' ચર્ચાનો વિષય બની છે. તેની પોસ્ટમાંની તસ્વીર અને કેપ્શન શોએબ સાથેના તેના સંબંધોના અંત તરફ ઈશારો કરતા હોય તેમ લાગી રહ્યું છે.
તાજેતરની 'ન્યૂ યર પોસ્ટ'માં સાનિયા મિર્ઝા એક તસવીરમાં કેપ પહેરેલી જોવા મળે છે. તેના પર લખેલું છે, 'એ સત્ય જેનો તમે સામનો નથી કરી શકતા'. સાનિયાએ આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે - 'મારી પાસે 2022 માટે લાંબુ અને ડીપ કેપ્શન તો નથી પરંતુ મારી પાસે કેટલીક સુંદર સેલ્ફી છે. બધાને નૂતન વર્ષાભિનંદન.' આ સાથે સાનિયાએ લખ્યું છે કે, '2022માં તમે કેટલાક પ્રસંગોએ મને જાણી જોએને લાત મારી હતી પરંતુ હવે તમે મારી પકડમાં છો.'
View this post on Instagram
સાનિયાએ આ પોસ્ટમાં તેની સાથે તેના પુત્રની તસવીર પણ શેર કરી છે પરંતુ તેમાં શોએબ મલિક ક્યાંય દેખાતો નથી. ઉલ્લેખનીય છે કે, સાનિયા અને શોએબે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. 2018માં આ કપલ માતાપિતા બન્યા હતાં. થોડા મહિના પહેલા જ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે શોએબ પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમરને ડેટ કરી રહ્યો છે. ત્યાર બાદ સોનિયા-શોએબ અને આયેશાને લઈને ઘણી બાબતો સામે આવી છે, પરંતુ હજી સુધી કોઈએ કોઈ જ નક્કર નિવેદન આપ્યું નથી.
પરંતુ ભારતીય ટેનિસ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટર વચ્ચે સંબંધોમાં અંતર આવી ગયું છે તે ચોક્કસ છે. હવે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનો સંબંધ કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)