Sania Mirza: સાનિયા મિર્ઝા ટેનિસને કહેશે અલવિદા, આવો રહ્યો ભારતીય સ્ટાર પ્લેયરનો સફર
સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે, પરંતુ આ ભારતીય ખેલાડીએ આવતા મહિને દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ બાદ ટેનિસને અલવિદા કહી દેશે.
Sania Mirza:સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે, પરંતુ આ ભારતીય ખેલાડીએ આવતા મહિને દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ બાદ ટેનિસને અલવિદા કહી દેશે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા દુબઈ ડ્યુટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દેશે. દુબઈ ડ્યુટી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ આવતા મહિને રમાશે. વાસ્તવમાં, સાનિયા મિર્ઝાએ ગયા વર્ષે યુએસ ઓપન પછી પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં રમી શકી ન હતી, ત્યારબાદ તેણે નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો હતો. સાનિયા મિર્ઝાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર ઘણા ખિતાબ જીત્યા છે.
આવો રહ્યો સાનિયાનો સફર
સાનિયા મિર્ઝાની કારકિર્દી વિશે વાત કરીએ તો, આ ભારતીય ટેનિસ સ્ટારે તેની વ્યાવસાયિક કારકિર્દીમાં 6 મોટી ચેમ્પિયનશિપ જીતી હતી. સાનિયા મિર્ઝાએ 3 વખત ડબલ્સ અને 3 વખત મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. આ મહિને, સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની કઝાકિસ્તાન પાર્ટનર અન્ના ડેનિલિયા સાથે કોર્ટ પર હાજર થશે. ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝા છેલ્લા લગભગ 10 વર્ષથી દુબઈમાં રહે છે. દુબઈમાં સાનિયા મિર્ઝાની ઘણી ફેન ફોલોઈંગ છે. આ રીતે સાનિયા મિર્ઝા તેના ચાહકોની વચ્ચે તેની ટેનિસ કારકિર્દીને અલવિદા કહી દેશે.
ઇન્સ્ટાગ્રામ પર કરી આ વાત
ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચારે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ સિવાય સાનિયા મિર્ઝાએ ભૂતકાળમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર ઇઝાન સાથેના ફોટા શેર કર્યા છે અને લોકોને નવા વર્ષ 2023ની શુભકામનાઓ પણ પાઠવી છે. તેણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે મારી પાસે આ વર્ષ 2022 માટે કોઈ મોટું કે ડીપ કેપ્શન નથી. જો કે મારી પાસે કેટલીક સુંદર સેલ્ફી છે, તમે બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આ વર્ષ 2022 મારા માટે બહુ સારું રહ્યું નથી પણ અંતે બધું સારું છે.
IND vs SL T20: આજે રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે ત્રીજી અને ફાઇનલ T20 મેચ, જાણો
Indis vs Sri Lanka 3rd T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરીઝની ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમાશે, આજની મેચ ગુજરાતના રાજકોટના સ્ટેડિયમમાં રમાશે, આ મેચમાં બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, બન્ને ટીમો આજે સીરીઝ પર કબજો જમાવવા માટે મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ ટી20માં ભારતીય ટીમે જીત હાંસલ કરી હતી, જોકે, બીજી ટી20માં શ્રીલંકન ટીમે વાપસી કરતાં શાનદાર જીત મેળવી હતી, આ સાથે જ બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આજે 7 મી જાન્યુઆરી 2023ના દિવસે રાજકોટના સૌરાષ્ટ્ર એસોશિએન ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર બન્ને ટીમો આમને સામને ટકરાશે.
શ્રીલંકાને પહેલી સીરીઝ જીતવાનો ઇન્તજાર -
શ્રીલંકા ટીમ ભારત છઠ્ઠીવાર ટી20 સીરીઝ રમવા ભારત આી છે, ભારતીય જમીન પર મહેમાન ટીમે 2009 માં બેસ્ટ પ્રદર્શન કર્યુ હતુ, ત્યારે બન્ને દેશોની વચ્ચે રમાયેલી 2 મેચોની સીરીઝમાં 1-1 ની બરાબરી થઇ હતી. ત્યારબાદ ચાર પ્રવાસ પર શ્રીલંકાની ટીમે ઇન્ડિયાને ક્યારેય હરાવ્યુ નથી. આજે ભારતીય ટીમને હરાવીને શ્રીલંકન ટીમ ભારતની જમીન પર પહેલી ટી20 સીરીઝ જીતવા પ્રયાસ કરશે. જોકે હવે આજે હાર્દિક પંડ્યાની સેના શું કરી શકે છે. બન્ને ટીમો પર આજે જીતવા માટે દબાણ રહેશે.