શોધખોળ કરો
Advertisement
પુલવામાં હુમલા બાદ ભારત-પાક મેચને લઈને PAK કેપ્ટને તોડ્યું મૌન, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ પુલવામાં હુમલા બાદ વિશ્વ પમાં પાકિસ્તાનના બહિષ્કારને લઈને કેપ્ટન સરફરાઝ અહમદે પ્રથમ વખત પોતાની વાત રાખી છે. પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ એહમદનું કહેવું છે કે, પુલવામાં આતંકી હુમલા બાદ ક્રિકેટને પર નિશાન સાધવું એ નિરાશાજનક છે.
પાકિસ્તાનના કેપ્ટને રમતોને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરતાં કહ્યું કે બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની ધ્યાનમાં રાખતા આ મેચ રમાવી જોઇએ. સરફરાઝે એક પાકિસ્તાની વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ નક્કી કાર્યક્રમ પ્રમાણે જ રમાવી જોઈએ કારણ કે લાખો લોકો છે જે આ મેચને જોવા માંગે છે. મારું માનવું છે કે રાજકારણના હિતો માટે ક્રિકેટને નિશાન ન બાવવું જોઈએ.
તેમણે કહ્યું કે આ નિરાશાજનક છે કે પુલવામા ઘટના બાદ ક્રિકેટને નિશાન બાવવામાં આવી રહ્યું છે. મને યાદ નથી કે પાકિસ્તાને કયારેય રમતની સાથે રાજકારણને જોડ્યું હોય. તેમણે આગળ કહ્યું કે રાજકીય ફાયદા માટે ક્રિકેટને નિશાન બનાવું જોઇએ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement