શોધખોળ કરો
શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ
નોંધનીય છે કે, શ્રીલંકા ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી પાકિસ્તાન પ્રવાસે જશે, આ દરમિયાન 3 વનડે અને 3 ટી20 મેચો રમશે
![શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ shahid afridi statement on sri lanka cricketer why not touring to pakistan શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20134413/Afridi-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઇસ્લામાબાદઃ શ્રીલંકાના સીનિયર ક્રિકેટરોએ પહેલાથી જ પાકિસ્તાન ટૂર પર જવાની ના પાડી દીધી છે. આ વાતને લઇને પાકિસ્તાન ભારત પર આરોપ લગાવી રહ્યુ છે. હવે આ મુદ્દે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દાવો કર્યો છે કે આઇપીએલના કારણે શ્રીલંકન ક્રિકેટરો પાકિસ્તાનમાં રમવા નથી આવતા, તેમના ના આવવા પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીનુ દબાણ છે.
આફ્રિદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, શ્રીલંકના સીનિયર ખેલાડીઓનુ પાકિસ્તાન ના આવવુ તેના પર આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓનું દબાણ છે. આફ્રિદીએ કહ્યું કે, શ્રીલંકન ખેલાડીઓ પીસીએલ રમવા માગે છે પણ તેમના પર આઇપીએલ ટીમના માલિકોનું દબાણ છે, જેના કારણે તે પીસીએલ નથી રમી શકતા.
નોંધનીય છે કે, શ્રીલંકા ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી પાકિસ્તાન પ્રવાસે જશે, આ દરમિયાન 3 વનડે અને 3 ટી20 મેચો રમશે.
આફ્રિદી બફાટ કરતાં કહ્યું કે, પાકિસ્તાનમાં જઇને રમવા ઇચ્છતા ખેલાડીઓને તેમના સાથી ખેલાડીઓ કહે છે કે, તેઓ પીસીએલ રમશે તો તેમને આઇપીએલ કૉન્ટ્રાક્ટ નહીં મળે.Shahid Afridi "Sri Lankan players are under pressure from IPL franchises. I spoke to SL players last time when there was talk of them coming to Pakistan & playing in PSL. They said they wanted to come, but IPL guys say if you go to Pakistan we won't give you a contract" #PAKvSL
— Saj Sadiq (@Saj_PakPassion) September 19, 2019
![શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20134419/Afridi-04-300x219.jpg)
![શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20134407/Afridi-02-300x225.jpg)
![શ્રીલંકાના ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા માગે છે પણ IPLના માલિકો તેમને ધમકાવે છે, -શાહિદ આફ્રિદીનો બફાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/20134401/Afridi-01-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)