ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ હાંસલ કરવામાં શેન વોર્ન બીજા નંબરે છે. તેણે 145 ટેસ્ટમાં 708 વિકેટ લીધી છે. જેમાં 37 વખત ઈનિંગમાં 5 કે તેથી વધારે અને 10 વખત મેચમાં 10 કે તેથી વધારે વિકેટ લીધી છે. 194 વનડેમાં તેણે 293 વિકેટ લીધી હતી.
2/6
ક્રિકેટના મેદાન સિવાય અંગત જીવનમાં પ્રેમ પ્રકરણોના કારણે પણ વોર્ન ચર્ચામાં રહ્યો છે.
3/6
બોલ ઓફ ધ સેંચુરી અંગે શેન વોર્ને જણાવ્યું કે, આ બોલ એક આશ્ચર્યજનક હતો અને મેં તેની કલ્પના પણ નહોતી કરી. આ બોલનું હું પુનરાવર્તન ન કરી શકું. વોર્ને કહ્યું હતું કે એક લેગ સ્પિનર તરીકે હંમેશા લેગ બ્રેક બોલ નાંખવાનું વિચારતા હોવ છો. મેં પણ આ પ્રકારનો બોલ નાંખવાનું વિચાર્યું હતું, પરંતુ બોલ 90 ડિગ્રી સુધી ટર્ન થયો.
4/6
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને 25 વર્ષ પહેલા આજના દિવસે એશિઝ સીરીઝ દરમિયાન એક જાદુઈ બોલ ફેંક્યો હતો. જેને જોઈ સમગ્ર ક્રિકેટ વિશ્વ હેરાન રહી ગયું હતું. વોર્નના આ બોલને બોલ ઓફ ધ સેન્ચુરી જાહેર કરવામાં આવ્યો હતો.
5/6
વોર્નનો બોલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો હતો અને તે સમયે બોલ વાઇટ થાય તેમ લાગતું હતું. જેના કારણે ગેટિંગે બોલરને રમવાનો પ્રયત્ન ન કર્યો. જે બાદ બોલ જબરદસ્ત ટર્ન થયો અને ગેટિંગના ઓફ સ્ટમ્પ પર લાગ્યો. જેને જોઈ ગેટિંગ સહિત તમામ આશ્ચર્યચકિત થઈ ગયા.
6/6
વોર્ને 4 જૂન, 1993ના રોજ ઈંગ્લેન્ડ સામે માનચેસ્ટર ટેસ્ટમાં અંગ્રેજ બેટ્સમેન માઇક ગેટિંગને બોલ્ડ કર્યો હતો. આ બોલ 90 ડિગ્રીના ખૂણાથી સ્પિન થયો હતો, જેને જોઈ બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. જેમ ક્રિકેટમાં ભારતના પૂર્વ બેટ્સમેન સચિનને ક્રિકેટનો ભગવાન કહેવાય છે, તેવી રીતે બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્નને સ્પિનનો જાદુગર કહેવાય છે.