શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં આવ્યો આ ધાકડ ઓલરાઉન્ડર, બાંગ્લાદેશ વિરૂદ્ધ કરશે ડેબ્યૂ
શિવમ આ વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે વિરાટની આગેવાનીમાં RCBએ તેને પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝની જાહેરાત થઈ ગઈ છે. ત્રીજી નવેમ્બરે શરૂ થનારી સીરીઝ માટે ટીમમાં અનેક યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. તેમાં એક ખેલાડી છે મુંબઈના ઓલરાઉન્ડર શિવમ દુબે જેને હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સ્થાન મળ્યું છે, તેમને વિજય શંકરના રિપ્લેસપમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
મુંબઈના યુવા બેટ્સમેન શિવમ દુબેએ હાલમાં જ વિજય હજારે ટ્રોફીમાં પોતાના દમદાર પ્રદર્શનથી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. શિવપ વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટ રમે છે અને તેણે 8 મેચમાં 88.50ની સરેરાશથી 177 રન બનાવ્યા હતા. તેમાં 5 ઈનિંગ્સમાં તેણે એક સેન્ચુરી અને 15 છગ્ગા ફટકાર્યા હતા.
જોકે દુબે બોલિંગમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને શ્રેણીમાં માત્ર પાંચ વિકેટ ઝડપી હતી. તેમ છતાં આ ડાબોડી બેટ્સમેનની નીચલા ક્રમે ઝડપી રન બનાવવાની પ્રતિભાથી સિલેક્ટર્સ પણ તેના વિશે વિચારવા મજબૂર થયા હતા.
શિવમ આ વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે વિરાટની આગેવાનીમાં RCBએ તેને પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે ટૂર્નામેન્ટમાં કોઈ ખાસ પ્રભાવ નહોતો છોડી શક્યો. આ પહેલા તેણે રણજી ટ્રોફીની મેચમાં વડોદરાના સ્પિનર સ્વપ્નિલ સિંહની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion