શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હૉટલમાં મોજ-મસ્તી કરતાં વીડિયો પર શોએબ મલિકે કર્યો મોટો ખુલાસો, બોલ્યો- 'અમારી ઇજ્જત તો રાખો'
મલિકે એક ટ્વીટ કર્યુ છે જેમાં પાકિસ્તાની મીડિયાને આડેહાથે લીધી છે અને લોકોને તેની ઇજ્જત સાચવી રાખવા વિનંતી કરી છે
માન્ચેસ્ટરઃ ભારતીયી ટીમથી 89 રને હારનો સામનો કરીને ટ્રૉલ થઇ રહેલા શોએબ મલિકે ટ્વીટ કરીને વિનંતી કરી છે. મલિકે એક ટ્વીટ કર્યુ છે જેમાં પાકિસ્તાની મીડિયાને આડેહાથે લીધી છે અને લોકોને તેની ઇજ્જત સાચવી રાખવા વિનંતી કરી છે.
ભારત સામે હાર બાદ સોશ્યલ મીડિયા પર શોએબ મલિક અને સાનિયા મિર્જા સાથે કેટલાક પાકિસ્તાની ક્રિકેટરોની હૉટલમાં પાર્ટી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં મલિક, સાનિયા સહિતના ક્રિકેટરો હુક્કો, પીઝા અને બર્ગની મોજ માણતા હતા. આ વીડિયો જોઇને લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ, એટલું જ નહીં પાકિસ્તાની ટીવી ચેનલો અને મીડિયાએ આને નેગેટિવ રીતે દર્શાવવાનુ શરૂ કર્યુ હતું. જેના પર હવે શોએબ મલિકે ખુલાસો કર્યો છે. શોએબ મલિકે ઇંગ્લેન્ડની હૉટલમાં રાત્રે 2 વાગે પાર્ટી કરી હતી.
શોએબ મલિકે ટ્વીટ કર્યુ, 'પાકિસ્તાની મીડિયા ક્યારે પોતાની વિશ્વસનીયતા પર જવાબદાર બનશે? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષથી વધુ સમય સુધી પોતાના દેશની સેવા કર્યા બાદ દુઃખ થાય છે કે, પોતાની પ્રાઇવેટ જિંદગી સંબંધિત વસ્તુઓની સ્પષ્ટતા કરવી પડે છે. આ વીડિયો 13 જૂનનો છે નહીં કે 15 જૂનનો.'
આ પછી મલિકે બીજુ એક ટ્વીટ કરીને લોકોને પોતાની આબરુ સાચવી રાખવા માટે માંગ કરી હતી. તેને ટ્વીટમાં લખ્યુ, 'બધા એથલીટો તરફથી હું તમને વિનંતી કરુ છું કે મીડિયા અને મીડિયા અને લોકો અમારા પરિવાર સંબંધિત ઇજ્જત બનાવી રાખો, જેને આ વિચાર-વિમર્શમાં ઘૂસેડવાની જરૂર નથી. આમ કરવુ સારુ નથી.'When will Pak media be accountable for their credibility by our courts?!
Having served my country for +20 years in Intl Cricket, it’s sad that I have to clarify things related to my personal life. The videos are from 13th June and not 15th Details : https://t.co/Uky8LbgPHJ — Shoaib Malik ???????? (@realshoaibmalik) June 17, 2019
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019, પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકટે 336 રનનો જંગ સ્કૉર ખડકી દીધો, જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે પાકિસ્તાની ભારતથી 89 રન દુર હતુ જેના કારણે ભારતને 89 રનથી જીત મળી હતી. મેચમાં શોએબ મલિક શૂન્ય રને હાર્દિક પંડ્યાના બૉલ પર બૉલ્ડ થયો હતો.On behalf of all athletes I would like to request media and people to maintain respect levels in regards to our families, who should not be dragged into petty discussions at will. It’s not a nice thing to do
— Shoaib Malik ???????? (@realshoaibmalik) June 17, 2019
????That’s the video you shot without asking us,disrespecting our privacy even though we had a child with us?& got told off for doing so,& u came up with this crap?FYI ‘outing’ was dinner & yes ppl are allowed to eat if they lose a match!Bunch of fools!Try better content nxt time???? https://t.co/51gnkMWUYu
— Sania Mirza (@MirzaSania) June 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion