ભારતીય ટીમ 21 નવેમ્બરથી શરૂ થનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટી-20 શ્રેણીથી શરૂઆત કરશે. ભારત ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે.
2/4
નવી દિલ્હીઃ સતત બે વિદેશી પ્રવાસમાં કારમી હાર બાદ હવે તેની અસર ટીમમાં પણ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે બધું ઠીક ન હોવાની પણ ચર્ચા થઈ રહી છે. શાસ્ત્રીનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ શરૂ થતાં પહેલા અમે વધારે પ્રેક્ટિસ મેચ યોજવા બોર્ડને વિનંતી કરી છે.
3/4
પ્રેક્ટિસ મેચ વગર કોઈ તૈયારી નહીં હોવાના કારણે ભારતે સાઉથ આફ્રિકામાં 1-2થી અને ઈંગ્લેન્ડમાં 1-4થી શ્રેણી ગુમાવી છે. આ સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં કેટલાંક ફેંસલાને લઈ કેપ્ટન અને કોચ વચ્ચે તાલમેલ નહીં કે વિવાદ સામે આવે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.
4/4
ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ પહેલા પ્રેક્ટિસ મેચને કેપ્ટન કોહલીએ સમયનો વેડફાટ ગણાવ્યો હતો. પરંતુ હવે કોચ રવિ શાસ્ત્રીની વાત પરતી લાગે છે કે તે કેપ્ટન સાથે સહમત નથી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ પહેલા માત્ર એક પ્રેક્ટિસ મેચ રમી હતી. એસેક્સ સામેની મેચ પહેલા ચાર દિવસની હતી બાદમાં ટીમ ઈન્ડિયાના આગ્રહ પર તેને ત્રણ દિવસની કરી દેવામાં આવી હતી.