શોધખોળ કરો
Advertisement
આ યુવા ખેલાડીની રમત પર કોહલી થયો ફિદા, કહ્યુ- આ રીતે રમશે તો ટીમમાં સ્થાન ફાઇનલ
કોહલીની સતત બે સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ 2-0થી જીતી લીધી હતી
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ શ્રૈયસ ઐય્યરની શાનદાર ફોર્મથી કેપ્ટન વિરાટ કોહલીથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, આ સીરિઝની જેમ જો મુંબઇનો આ બેટ્સમેન આગળ પણ જવાબદારી ઉઠાવશે તો મધ્યમક્રમમાં તે નિયમિત સ્થાન બનાવી શકે છે. કોહલીની સતત બે સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝ 2-0થી જીતી લીધી હતી. ઐય્યરે પણ છેલ્લી બે મેચમાં 71 અને 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
મેચ બાદ ઐય્યરના વખાણ કરતા વિરાટ કોહલીએ કહ્યું કે, છેલ્લી બે મેચમાં તેણે મારી સાથે સારી બેટિંગ કરી હતી. તે જરાય ગભરાયો નથી તેને પોતાની રમત પર વિશ્વાસ હતો. તેણે પોતાની ભૂમિકા માટે તૈયાર છે. આશા કરું છું કે તે તેને આગળ વધારશે અને ટીમ માટે આ પ્રકારનું પ્રદર્શન કરતો રહેશે. તે મજબૂત દાવેદાર અને મધ્યમક્રમનો નિયમિત સભ્ય હોઇ શકે છે. નોંધનીય છે કે ભારત છેલ્લા ઘણા સમયથી મધ્યમક્રમને લઇને પરેશાનીનો સામનો કરી રહ્યું છે. કોહલીએ કહ્યું કે અમે થોડા દબાણમાં હતા પરંતુ ઐય્યરની ઇનિંગે મેચની સ્થિતિ બદલી દીધી છે.કોહલીએ કહ્યું કે, ઐય્યર તેને ભારતીય ટીમમાં તેના શરૂઆતા દિવસોની યાદ કરાવે છે. જ્યારે હું ટીમમાં આવ્યો ત્યારે આવો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion