મંધાનાએ 40 ટી-20 મેચમાં 41 ઇનિંગ્સમાં 857 રન બનાવ્યા છે જેમાં 76 સર્વોચ્ચ સ્કોર છે. જ્યારે 41 વન-ડે મેચમાં 37.53ની સરેરાશથી સ્મૃતિએ 1464 રન બનાવ્યા છે. 136 તેનો હાઇએસ્ટ સ્કોર છે.
3/6
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહિલા ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી (18 બોલ પર)નો રેકોર્ડ ન્યૂઝિલેન્ડની સોફી ડેવિનના નામે હતો. હવે સ્મૃતિ મંધાનાએ પણ તેના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.
4/6
નોંધનીય છે કે ઇગ્લેન્ડમાં મહિલા ટી-20 ટુનામેન્ટમાં ભારત તરફથી રમનારી સ્મૃતિ મંધાના એક માત્ર ક્રિકેટર છે. મેચના અંતમાં મંધાના 19 બોલ પર 52 રન બનાવી અણનમ રહી હતી. મંધાનાએ રાચેલ પ્રાઇસ્ટ સાથે ફક્ત 4.5 ઓવરમાં 71 રનની ભાગીદારી નોધાવી હતી. સ્મૃતિએ અંતિમ મેચમાં પણ 20 બોલમાં 48 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
5/6
સ્મૃતિએ રવિવારે KIA Super Leagueમાં રમતા આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે લીગ મેચમાં લોફબરો લાઇટનિંગ સામે Western Storm તરફથી રમતા પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 18 બોલમાં જ અડધી સદી ફટકારી હતી. મંધાના સિક્સ ફટકારી પોતાની અડધી સદી પુરી કરી હતી અને સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
6/6
લંડનઃ ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો 22 વર્ષીય મંધાનાએ મહિલા ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે ઇગ્લેન્ડમાં ટી-20 લીગ દરમિયાન ફક્ત 18 બોલમાં જ 50 રન ફટકારી દીધા હતા.