ગાંગુલીએ ટીમ ઇન્ડિયાને સિડનીમાં બે સ્પીન બૉલર રમાડવાની વાત કરી હતી, જોકે, તેઓ રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાની વાત કરતાં હતા. પણ કોહલીએ ટીમમાં બે સ્પીનરના રૂપમાં જાડેજા અને કુલદીપ યાદવને સામેલ કર્યા હતા.
2/5
એક મીડિયાની કૉલમ અનુસાર, ગાંગુલીએ લખ્યુ કે પંડ્યાને 13 સભ્યોની ટીમમાં ના જોઇને હું ચોંકી ગયો છું, કેમકે તેનાથી ટીમને વધુ એક ઓપ્શન (બેટિંગ અને બૉલિંગમાં) મળી રહ્યો છે. એટલું જ નહીં જ્યારે ઇશાંત અનફિટ છે તો ભુવનેશ્વરને ટીમમાં કેમ સ્થાન નથી અપાયુ. કેપ્ટન કોહલીના ટીમ સિલેક્શનના નિર્ણયથી હું નારાજ છું.
3/5
4/5
ગાંગુલીનું કહેવુ છે કે, હું ચોંકી ગયો છુ કે પંડ્યાને ટીમમા સમાવવાથી બેટિંગ અને બૉલિંગ બન્નેનો એક વધુ ઓપ્શન મળતો હતો તો તેને ટીમમાં કેમ ના સમાવાયો.
5/5
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ફરી એકવાર કેપ્ટન કોહલી પર ગુસ્સો ઠાલવ્યો છે. ગાંગુલીએ ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાં ના સમાવવાને લઇને ભડાશ કાઢી હતી.