શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાના ક્રિકેટર સાથે હોટલમાં શરીર સુખ માણતાં ઝડપાયેલી ઓફિસર યુવતી પહેલાં પણ કોની કોની સાથે શરીર સુખ માણતાં પકડાયેલી ?
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગુરૂવારે જ ટીમના મેનેજરને ક્રિકેટર ટીમની અધિકારી યુવતી સાથે સેક્સ માણતો ઝડપાયો તે અંગે રીપોર્ટ આપવા આદેશ આપ્યો હતો. હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમના મેનેજર તરીકે અસાંથા ડીમેલ છે.
લંડનઃ હાલમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે શ્રીલંકાની ક્રિકેટ ટીમનો એક યુવા ખેલાડી ટીમની ઓફિસર યુવતી સાથે હોટલ રૂમમાં સેક્સ માણતો ઝડપાયો તેના કારણે મોટો વિવાદ પેદા થઈ ગયો છે.
આ યુવતી પહેલાં પણ ઘણી વાર શ્રીલંકાના ક્રિકેટરો સાથે સેક્સ માણતાં ઝડપાઈ હતી. આ પૈકી એક ક્રિકેટર તો શ્રીલંકાના ક્રિકેટમાં લીજેન્ડ મનાય છે. આ ઉપરાંત પોતાનાથી નાની વયના બે ક્રિકેટરો સાથે સેક્સ માણતાં પણ તે પકડાઈ હતી. લાંબા સમયથી શ્રીલંકાન ક્રિકેટ ટીમ સાથે સંકળાયેલી આ યુવતીના ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ સાથે પણ ગાઢ સંબંધ હોવાની ચર્ચા છે. આ કારણે જ આ યુવતી વારંવાર આવી હરકતો કરવા છતાં ટીમમાં ટકી રહી છે.
દરમિયાનમાં લંકાના ક્રિકેટ બોર્ડે આ અંગે તપાસના આદેશ આપ્યા છે ત્યારે શ્રીલંકાના હેડ કોચ મીકિ આર્થરે વિચિત્ર નિવેદન આપ્યું છે. આર્થરે દાવો કર્યો છે કે, લંકાનો કોઈ પણ ક્રિકેટર આ રીતે કોઈ યુવતી સાથે હોટલના રૂમમાં સેક્સ માણતો હોય એ શક્ય જ નથી કેમ કે સરકારે આપેલી સૂચના પ્રમાણે કોવિડ 19ની ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરીને બાયો-સીક્યુરિટી બબલમાં ક્રિકેટરો રહે છે. આ કારણે આ રીતે કોઈ ક્રિકેટર શારીરિક સુખ માણી શકે એ શક્ય નથી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ગુરૂવારે જ ટીમના મેનેજરને ક્રિકેટર ટીમની અધિકારી યુવતી સાથે સેક્સ માણતો ઝડપાયો તે અંગે રીપોર્ટ આપવા આદેશ આપ્યો હતો. હાલમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમના મેનેજર તરીકે અસાંથા ડીમેલ છે.
મીડિયામાં આવેલા રીપોર્ટ પ્રમાણે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ રહી હતી ત્યારે શ્રીલંકાની ટીમનો એક યુવા ખેલાડી હોટલના રૂમમાં એક યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાઈ ગયો હતો. આ યુવતી શ્રીલંકાની ટીમની એક અધિકારી છે જ્યારે યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાયેલો ક્રિકેટર પચ્ચીસ વર્ષની આસપાસ વયનો છે અને સ્પિન ઓલરાઉન્ડર છે. . બંને શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ત્યારે જ ટીમના અધિકારીઓને હોટલના સ્ટાફે જાણ કરી હતી. મેનેજર રૂમમાં પહોંચ્યા ત્યારે બંને રંગે હાથ ઝડપાઈ ગયાં હતાં.
આ યુવતી પહેલાં પણ ઘણી વાર શ્રીલંકાના ક્રિકેટરો સાથે સેક્સ માણતાં ઝડપાઈ હતી. એ વખતે લંકાના ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આંખ આડાન કાન કર્યા હતા અને આ યુવતીને ટીમમાં ચાલુ રખી હતી. હવે ફરી આ વિવાદ ચગ્યો છે ત્યારે યુવતીને કાઢી મૂકવાની માગ ઉઠી છે પણ બોર્ડ કોઈ પગલાં લે તેવી શક્યતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement